લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ પસંદ કરે છે શો ના તમામ પાત્રો ના શાનદાર અભિનય થકી તારક મહેતા શો ટીઆરપી લિસ્ટમાં સૌથી પ્રથમ ક્રમે છે તારક મહેતા શોની દરેક અપડેટ જાણવા દર્શકો ખુબ આતુર રહે છે હાલ પોપટલાલ અને વિદ્યાની સ્ટોરી દેખાડવામાં આવી રહી છે.
પહેલા તો આ સ્ટોરી પોપટલાલ અને વિદ્યાના લગ્નની બાબતે પ્રારંભ થઈ હતી પરંતુ પાછળથી આપણને ખબર પડે છે કે આ સ્ટોરી પોપટલાલ અને વિદ્યા ના લગ્ન પર હતી જ નહીં કારણકે અહીં પોપટલાલ ને શોધવામાં જ ઘણા દિવસો વિતી ગયા અને હવે આ સ્ટોરી અંતમા પહોંચી છે.
ત્યારે એવું દેખાડવામાં આવી રહ્યું છે કે પોપટલાલ ને વિદ્યા સાથે લગ્ન કરવા જ નહોતા પરંતુ પોપટલાલ વિદ્યા અને તેના પરિવારની શિક્ષક સાથે જ લગ્ન કરવાવી વિચારધારા બદલવા માગંતા હતા એટલે તેઓ તેના એ ગામડે ગયા હતા શું ખબર પોપટલાલ ને વિદ્યા ના કોઈ બોયફ્રેન્ડ ની.
ખબર પડી હોય અને તેઓ મદદ કરવા પહોંચ્યા હોય આ પહેલા પણ ઘણી સ્ટોરી માં પોપટલાલ આવી અજીબ હરકતો કરી ચુક્યા છે આ વખતે પણ ભિડે સાથે સંબંધ બગાડીને પોપટલાલ ખુબ દુવીધા માં મુકાયા છે સોસાયટીમાં તેઓ જોવા મળતા નથી સ્ટોરી રોમાચંક મોડ પર પહોંચી ચુકી છે.