આંધ્રપ્રદેશ માંથી એક કરુણ બનાવ સામે આવ્યો છે પતિ પત્નીના પ્રેમ અને માનવતા નો આ કિસ્સો સાભંળતા લોકોની આંખો માંથી આંશુ સરી પડ્યા છે એક મૃત પત્ની ને ઉંચકીને જતા પતિ નો વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી આ બનાવ સામે આવ્યો છે.
જેમાં પોલીસની માનવતા ની લોકો ખુબ પ્રસંસા કરી રહ્યા છે સમગ્ર ઘટના અનુસાર ઓરિસ્સાના કોટાપુરા જિલ્લામાં રહેતા 35 વર્ષના સામુલ પાગીની પત્ની ઈદે ગુરુ લાંબો સમયથી બિમાર હતી આ સમયે સામુલે પોતાની પત્ની ને પોતાના ગામથી 100 કિલોમીટર દૂર વિશાખાપટ્ટનમ ની એક હોસ્પિટલમાં દાખલ કરી હતી.
સામુલ પોતાની પત્ની સાથે હોસ્પિટલમાં રહ્યો થોડા દિવસો સુધી સારવાર ચાલી પરંતુ કાંઈ ફરક ના પડતા ડોક્ટરોએ તેની પત્નીને ઘેર લઈ જવાની સલાહ આપી આ દરમિયાન સામુલ પોતાની જીવંત પત્નીને લઈને હોસ્પિટલમાં થી એક રીક્ષા ભાડે કરીને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો આ દરમિયાન અધવચ્ચે સામુનની પત્નીનું.
અચાનક નિધન થઈ જતા રીક્ષા ચાલકે રીક્ષા વચ્ચે ઊભી કરી દીધી હતી અને પોતાની રીક્ષામાં મૃતદેહને લઈ જવાની ના પાડી હતી પતિએ ઘણી વિનંતી કરી બે હાથ જોડી અને તેને કહ્યું કે મારા ઘેર તું લઈ જા આવી રીતે રસ્તામાં મને કાંઈ સાધન મળી શકશે નહીં પરંતુ રીક્ષા ચાલક ના માન્યો અને.
વચ્ચે ઉતારીને તે ચાલ્યો ગયો સામુલ તેની પત્નીના મૃતદેહ ને ખંભે ઊંચકીને રસ્તા પર ઘણા કિલોમીટર સુધી ચાલતો આવતો હતો આ દરમિયાન પોલીસની ગાડી પસાર થતા પોલીસે ઉભી રાખી અને પૂછપરછ કરી જે દરમિયાન સામુલે સચ્ચાઈ જણાવતા પોલીસ જવાનોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
અને તેમને ત્યાં ઉભા રહી અને એમ્બ્યુલન્સ ને બોલાવી અને મૃતદેહ ને ઘેર પહોંચાડવામાં મદદ કરી જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસ ના જવાનો ત્યાં હાજર રહ્યા આંધ્રપ્રદેશ વિજયનગર પોલીસને માનવતાના આ કામ બદલ લોકો બીરદાવી રહ્યા છે તો રીક્ષાચાલક પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે.