આ વિડિઓ ઉત્તર પ્રદેશના બાગાયત જિલ્લાનો છે જેમાં હોળીના દિવસે કેટલાક લોકો રોડ ઉપર ઉભા હોય છે ત્યારે પુરઝડપે એક રીક્ષા નીકળે છે ત્યારે લીલા રંગની ટીશર્ટ પહેરેલ માણસ જોરથી પાણીનો ભરેલ રીક્ષા બાજુ ફુગ્ગો મારે છે એવામાં રીક્ષા ડ્રાયવર ઘબરાઈ જાય છે અને પછી તેનું રીક્ષા પરનું બેલેન્સ.
બેકાબુ થઈ જાય છે તેના બાદ રીક્ષા ઝડપ માંજ પલ્ટી ખાઈ જાય છે રીક્ષા પલ્ટી મારતા જ ત્યાં ઉભેલા યુવકો બૂમો પડતા ત્યાંથી દોડે છે અહીં લોકોને ઉભા કરવાની બૂમો સાંભળવા મળી રહી છે ત્યારે આજુબાજુના રહીશો રીક્ષા તરફ દોડી જાય છે અને ઉંધી પડેલ રિક્ષામાંથી અંદર સવાર લોકોને બહાર કાઢવામાં આવે છે.
અહીં થોડા સમયમાં જ લોકોની ભીડ એકઠી થઈ જાય છે અને ઘાયલ થયેલા લોકોને બહાર કાઢતા જોઈ શકાય છે અહીં આ વિડિઓ કોટલવાલી પોસીસ સ્ટેશનને મળતા જેમાં આ ઘટના જોતા ફુગ્ગો ફેંકનાર લોકોની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે મિત્રો આ રીતે હોળી રમતા પહેલા આવી વાતનો ધ્યાન રાખવું.