દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં જાન ગુમાવનાર બધા જાંબાજ જવાનોને આજે અંતિમ વિદાઈ આપવામાં આવી બુધવારે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જબરલ બિપિન રાવત અને તેમની પત્નીનું પણ નિધન થયું હતું.
જેના બાદ આજે અંતિમ શ્રદ્ધાજલી આપવામાં આપવા માટે ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પીએમ મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બીજેપી અધ્યક્ષ જીપી નડ્ડા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતા અને બિપિન રાવતની બંને પુત્રીએ શ્રદ્ધાંજલિ આપી.
ત્રણે સેનાઓના પ્રમુખોએ પણ બિપિન રાવતને શ્રદ્ધાંજલઈ અર્પણ કરી આ દરમિયાન તમામ વીર સપુતોનાં પરિવાર હાજર રહ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીડીએસના પરિવાર જનોથી પણ મળ્યા જનરલ બિપિન રાવત સહિત દુર્ઘટનામાં જીવ ગુમાનાર સપુતોને કેરળથી લઈને કાશ્મીર સુધી શ્રદ્ધાંજલિ આપી.
કુન્નુરમાં જયારે સીડીએસ ના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે લોકોએ ફૂલ વરસાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી એટલુંજ નહીં કાશ્મીરના લાલ ચોકમાં પણ લોકોએ વીર સપૂતોને નમઃ આંખોથી શ્રદ્ધાંજલિ આપી આ દુર્ઘટનમાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણસિંઘ બચી શક્યા છે જેમની સારવાર હોસ્પિટમાં ચાલી રહી છે.