Cli

ઇડીએ આ પાંચ સવાલ પૂછ્યા શકના ઘેરામાં બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય…

Bollywood/Entertainment Breaking

પનાવા પેપર લીકમાં સોમવારે ઐશ્વર્યા રાયથી સતત સાત કલાક સુધી પુછતાજ કરવામાં આવી જેમાં ઐશ્વર્ય રાયની કંપની અને બેન્ક એકાઉન્ટથી સવાલ કરવામાં આવ્યા ઇડીએ ઐશ્વર્યાને પૂછ્યું કે એમણે 50 હજાર ડોલરમાં ખરીદેલી કંપની માત્ર 15 હજાર ડોલરમાં કેમ વેચી જે એક મોટો સવાલ હતો.

ઇડીએ ઐશ્વર્યાને દિલ્હીમાં લોકનાયક ભવનમાં પુછતાજ કરી ઇડીના અધિકારીઓએ પેલાથી સવાલોનું લિસ્ટ તૈયાર કરી રાખ્યું હતું જેમાં પહેલા પૂછવામાં આવ્યું તમે કઈ કઈ કંપનીઓના ડાયરેક્ટર પદ પર રહી છો બીજો સવાલ હતો અમિતાભ જે કંપનીઓમાં ડાયરેક્ટર હતા તેમાં તેમના શેર કેમ વેચી દીધા.

ત્રીજો સવાલ હતો 2008 બાદ કંપનીને કેમ બંદ કરવામાં આવી ચોથો સવાલ હતો તમારી કંપનીએ આરબીઆઇ વિત્તીય લેણદેણની મંજૂરી લીધી હતી જયારે પાંચમો સવાલ હતો લગ્ન બાદ કંપનીને કેમ બંદ કરવામાં આવી 50 હજાર ડોલરની કંપનીને માત્ર 15 હજાર ડોલરમાં કેમ વેચી દીધી આ પાંચ સવાલ ઐશ્વર્યાને પૂછવામાં આવ્યા હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે પનામા પેપર મામલે ભારતના અંદાજે 500 લોકોના નામ સામીલ છે જેમાં નેતા અભિનેતા ખિલાડી અને મોટા બિઝનેશમેન પણ સામેલ થાય છે લોકો પર ટેક્સ ચોરીનો મામલો છે તેને લઈને ટેક્સ ઓથોરિટી તપાસમાં લાગેલી છે હવે કદાચ જલ્દી અમિતાભ બચ્ચનને પણ પુછતાજ માટે બોલાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *