આજે એક એવા શિક્ષક વિશે વાત કરવી છે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એક સરકારી શાળાના શિક્ષક કે જે વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે અને એમાંથી આવતા પગારમાં પોતાનું જીવન ગુજરાન પણ ચલાવે છે પરંતુ પોતાના સંતાનથી પણ વિશેષ એવા વિદ્યાર્થીઓ પ્રત્યે આ શિક્ષકને એટલો તો ભાવ છે કે તેણે બાળકોને પુસ્તક બહારની દુનિયા દેખાડવાનું નક્કી કર્યું અને બસ પછી તો પાઈ પાઈ એકઠી કરીનેપાંચ લાખની જે બચત કરી હતી
તે બાળકો પાછળ ખર્ચીને સરકારી શાળાના આ બાળકોને હવાઈ મુસાફરી કરાવી ત્યારે શા માટે શિક્ષકે પોતાના ખર્ચે શાળાના બાળકોને હવાઈ યાત્રા કરાવી આવો તેના વિશે જાણીએ નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક સરકારી શાળાના શિક્ષકે સ્વખર્ચે બાળકોને જે હવાઈ મુસાફરી કરાવી છે તેની પાછળ શું કારણ છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આપણે ત્યાં કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતે પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ કારણ કે કોઈ બાળકના જીવન ઘડતર અને વ્યક્તિત્વ ઘડતર ના પાયામાં શિક્ષકોનું ચણતર અમીટ હોય છે ત્યારે આજે એક એવા જ શિક્ષકની વાત કરવી છે
જેની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે વાત જરા એમ છે કે કર્ણાટકના એક શાળાના શિક્ષકે પોતાની બચત ખર્ચીને 24 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પહેલી હવાઈ મુસાફરી કરાવી આ પ્રવાસનો હેતુ પરીક્ષાના આધારે પસંદ કરાયેલા આ તમામ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને પુસ્તકોથી આગળની દુનિયા બતાવવાનો હતો અને બસ પછી તો કર્ણાટકના કોપલ જિલ્લાના બહાદુરબંદી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષક બીરપ્પા અંતગીએ તેમની શાળાના પસંદ કરાયેલા 24 વિદ્યાર્થીઓનું પહેલીવાર હવાઈ મુસાફરી કરાવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું અને તેમણે આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા માટે પોતાની વ્યક્તિગત બચતમાંથી આશરે 5 લાખ રૂપિયા ખર્ચ્યા પરીક્ષા પાસ કરો પછી ઉડાન ભરો તેમણે આ વિદ્યાર્થીઓને કારણ વગર પસંદ ન કર્યા તેમણે પાંચમાં ધોરણથી લઈને આઠમાં મા ધોરણના બાળકો માટે એક ખાસ મેરીિટ ટેસ્ટ યોજ્યો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 24 વિદ્યાર્થીઓને પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમનું માનવું હતું કે આનાથી શૈક્ષણિક રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે આ 24 બાળકોએ તોરણગુલના જિંદાલ એરપોર્ટ પરથી પહેલી હવાઈ મુસાફરી શરૂ કરી તેઓ જિંદાલ એરપોર્ટથી બેંગલુરુ ગયા હતા.
વિમાનની અંદરની દરેક ક્ષણ આ બાળકો માટે આશ્ચર્યથી ઓછી નહોતી. આ જૂથમાં 40 લોકોનો સમાવેશ થયો હતો જેમાં મેરીિટ ટેસ્ટ દ્વારા પસંદ કરાયેલા 24 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે અને સાથે જ અન્ય શિક્ષકો મધ્યાન ભોજન યોજનાના કર્મચારીઓ અને શાળા વિકાસ સમિતિના સભ્યો પણ બાળકો સાથે આ મુસાફરીમાં જોડાયા હતા. પુસ્તક બહારની દુનિયાથી અજાણ અને પરીક્ષાલક્ષી શિક્ષણથી અલગ ચીલો ચાતરનારા આ શિક્ષકની સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ પ્રશંસાઓ થઈ રહી છે ત્યારે થોડા દિવસો પહેલા ભીલવાડા સ્થિત નંદરાય ગામની એક શાળાએ પણ આવી જ એક અનોખી પહેલ કરીને સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.
નંદરાયની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના બે શિક્ષકોએ શાળાના બાળકોને પોતાના ખર્ચે હવાઈ મુસાફરી કરાવી હતી જેમાં એક શરત પણ રાખવામાં આવી હતી અને એ શરતનું પરિણામ બાળકોના અભ્યાસમાં જોવા મળ્યું આ પહેલ માત્ર શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ જ નહીં પણ એ પણ દર્શાવે છે કે શિક્ષકો જો દરઢ નિશ્ચય હોય તો શિક્ષણનો માહોલ પણ બદલી શકે છે જી હા શિક્ષકના એક અનોખા વચને પરિણામો પણ બધ બદલ્યા તો આપને જણાવી દઈએ કે વાત જરા એમ છે કે આ ગામની સરકારી શાળામાં આચાર્ય શંકરલાલ જાટ અને શિક્ષક અજય કુમારે શાળાના સરેરાશ પરિણામો સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા હતા
તેમ છતાં સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત કરવું જાણે હજુ પણ એક સ્વપ્ન જ હતું શિક્ષકો સતત વિચારી રહ્યા હતા કે એવું શું કરી શકાય જેથી બાળકોના અભ્યાસ પ્રત્યેના ઉત્સાહમાં વધારો થાય અને સાથે જ બાળકોના અભ્યાસમાં ઉત્તમ પરિણામ પણ આવી શકે પછી એક દિવસ આજ શાળાના શિક્ષક અજય કુમારે વિદ્યાર્થીઓને એક એવું વચન આપ્યું જે સાંભળીને વિદ્યાર્થીઓના આનંદનો પાર ન રહ્યો જી હા તેમણે એક દિવસ પ્રાર્થના સભામાં જાહેરાત કરી કે 90 ટા થી વધુ ગુણ મેળવનારા કોઈપણ વિદ્યાર્થીને તેમના અને આચાર્યના ખર્ચે હવાઈ મુસાફરી કરાવવામાં આવશે આ સાંભળતા જ બાળકો ખુશ થઈ ગયા અને સાથે જ આ વચનની જાણે જાદુઈ અસર પણ જોવા મળી બાળકોએ તનતોડ મહેનત શરૂ અને આ સત્રમાં ધોરણ 12 ના 52 વિદ્યાર્થીઓમાંથી 48 વિદ્યાર્થીઓએ 70%થી વધુ ગુણ મેળવ્યા અને પાંચ વિદ્યાર્થીઓ નીલમ રાધા તનુ સંતારા અને અસ્મિતે 90%થી વધુ ગુણ મેળવીને તેમની મહેનતના મીઠા ફળનો સ્વાદ પણ ચાખ્યો શિક્ષકે પાડ્યું પોતાનું વચન બસ પછી તો હવે વચન આપનાર શિક્ષકોને પોતાના વચન પાડવાનો સમય હતો
વિદ્યાર્થીઓને આપેલા વચનનું પાલન કરીને આચાર્ય શંકરલાલ જાટ અને શિક્ષક અજય કુમારે આ પાંચ વિદ્યાર્થીઓ માટે દીવ અને દમણની હવા યાત્રાનું આયોજન કર્યું વિદ્યાર્થીઓ માટે આ ફક્ત તેમની મહેનતનું ફળ જ નહીં પણ પુસ્તકોના ક્ષેત્રની બહારની દુનિયા જોવાનો તેમનો પહેલો રોચક અનુભવ પણ હતો અને આ યાત્રાની શરૂઆત ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાતથી થઈ અહીં વિદ્યાર્થીઓએ પહેલીવાર સોમનાથ મંદિરની આધ્યાત્મિકતાનો પણ અનુભવ કર્યો બાદમાં તેઓ દીવ પહોંચ્યા અને પછી તેઓએ ત્યાં યુદ્ધજ જહાજ આઈએનએસ ખુકરી જોઈ બહાદુર શહીદોની વાર્તાઓ સાંભળીને વિદ્યાર્થીઓ હિંમત અને દેશભક્તિનો સાચો અર્થ પણ સમજ્યા અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ અને અટલ બ્રિજના એન્જિનિયરિંગને તેમને આધુનિક ભારતની ઝલક આપી
આમ પોતાના લાખો રૂપિયા ખર્ચીને શિક્ષકોએ વિદ્યાર્થીઓને હવાઈ મુસાફરી કરાવી અને આ તમામ વિદ્યાર્થીઓએ જે પુસ્તક છે તેની બહારની દુનિયા જોઈ તો આમ તો આપણે ત્યાં કહેવાય છે કે શિક્ષણ છે શિક્ષક છે તે બાળકોમાં શિક્ષણનું બીજવા આવીને બાળકોને છે તે ખૂબ ઊંચા વૃક્ષ સમાન બનાવી શકે છે. અનેક એવા શિક્ષકો હોય છે જે પોતાના બાળકોથી વિશેષ જે છે પોતાના જે કહી શકાય કે વિદ્યાર્થીઓ હોય છે તેમને માનતા હોય છે અને આ પ્રકારે પોતાના ખર્ચમાંથી વિદ્યાર્થીઓને છે તે એક જ પુસ્તક બહારની દુનિયા પણ દેખાડતા હોય છે તો આપ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર