—કાકા, તમારું નામ શું છે? ડરો નહીં, અમે તમારી મદદ કરવા આવ્યા છીએ. શાંતિથી બેસીને વાત કરીએ. ચૂપ રહેવામાં કોઈ ફાયદો નથી. તમે અહીં કેટલા સમયથી છો? ત્રણ ચાર મહિનાથી આ વિસ્તારમાં ફરતા રહો છો. લોકો તમને ખાવાનું પણ આપે છે, પરંતુ તમે જગ્યા બદલતા રહેતા હોવ એટલે કોઈને ચોક્કસ ખબર પડતી નહોતી. આજે સવારથી તમે અહીં જ હતા.
અમે તમને દવાખાને લઈ જવા માંગીએ છીએ. તમારું નામ શું છે? તમે સૂરતના છો ને? તમારું પરિવાર પણ અહીં જ છે એવું લાગે છે. અમારો ઉદ્દેશ માત્ર તમારી મદદ કરવાનો છે. કોઈ તમને નુકસાન પહોંચાડવા નથી આવ્યું.થોડી વાતચીત બાદ જાણવા મળ્યું કે તમારું નામ દીપકભાઈ છે. તમે સૂરતના જ છો અને ઘણા સમયથી ઘર છોડીને રસ્તા પર જીવી રહ્યા છો. તમારા વાળ અને દાઢી બહુ વધેલા છે, શરીર અસ્વચ્છ છે અને લાંબા સમયથી તમે ન્હાયા નથી.
આવી સ્થિતિમાં કોઈ પણ માણસ માનસિક રીતે તૂટી જાય.આજે માનવતા ના નાતે તમને આશ્રમમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. પહેલા પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું અને પછી તમને લોક કલ્યાણ વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા.આશ્રમમાં પહોંચ્યા બાદ તમે જણાવ્યું કે તમે પહેલાં શાળામાં શિક્ષક હતા. સમાજવિજ્ઞાન વિષય ભણાવતા હતા. તમે ચોખ બજારમાં આવેલી શાળામાં નોકરી કરતા હતા. તમારું કહેવું છે કે તમારા ત્રણ પુત્રો છે, એક ડોક્ટર છે, એક વકીલ છે અને એક એન્જિનિયર છે. છતાં આજે તમે રસ્તા પર આવી હાલતમાં જીવતા હતા, એ વાત દિલને હચમચાવી દે તેવી છે.તમે જણાવ્યું કે સોસાયટીના ઝઘડાઓ અને પરિસ્થિતિઓને કારણે ઘર છોડવું પડ્યું. લાંબા સમયથી ન્હાવાનું મળ્યું નહોતું.
પૈસા ન હોવાથી કોઈ વાળ કાપવા પણ તૈયાર નહોતું. લોકો ચારસો પાંચસો રૂપિયા માંગતા હતા, જે તમારી પાસે નહોતા.આશ્રમમાં તમારા વાળ કાપવામાં આવ્યા, તમને સ્નાન કરાવવામાં આવ્યું અને સ્વચ્છ કપડાં અપાયા. ઘણાં વર્ષો પછી તમને સ્વચ્છતા અને સન્માન સાથે જીવવાનો મોકો મળ્યો. આ બધું થયા પછી તમે ભાવુક થઈ ગયા. આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે કોઈએ તમને પોતાના માણસની જેમ સાચવી લીધા હતા.આજે તમે સંપૂર્ણ રીતે સામાન્ય દેખાવો છો.
વાતચીત કરો છો, બધું સમજો છો. તમે કોઈ પાગલ નથી, પરંતુ પરિસ્થિતિઓએ તમને આવી સ્થિતિમાં લાવી દીધા હતા. માણસ પાગલ બનતો નથી, બનાવવામાં આવે છે, તેનો જીવતો ઉદાહરણ તમે છો.હવે આશ્રમમાં તમારા માટે રહેવાની, ખાવાની અને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા છે. આશા છે કે આ વીડિયો તમારા પરિવાર સુધી પહોંચશે અને તમે ફરીથી તમારા ઘર સુધી પહોંચી શકશો.આ એક શિક્ષકની કહાની છે, જે એક દિવસ સમાજને ઘડતો હતો અને આજે સમાજથી ત્યજાયેલો બન્યો હતો. સમય બધું બદલાવી દે છે. બસ માણસે માણસ બનીને રહેવું જરૂરી છે.—