Cli
તારક મહેતા શો મેકરે નવી બાજી રમી, હવે શો બચાવવા પોપટલાલ ના કરાવશે લગ્ન અને...

તારક મહેતા શો મેકરે નવી બાજી રમી, હવે શો બચાવવા પોપટલાલ ના કરાવશે લગ્ન અને પછી…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટીવીશો જે છેલ્લા 14 વર્ષથી લોકોને મનોરંજન કરાવતો આવ્યો છે જેમાં ઘણા સમયથી ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા દિશા વાકાણી ના ગયા બાદ ઘનશ્યામ નાયક નું પણ નિધન થયું હતું જેમના જગ્યાએ નટુકાકા નું નવું પાત્ર લાવવામાં આવ્યું સાથે ગુરુચરણસિંહ એ સુધીનું પાત્ર ભજવતા હતા.

એમનો પણ બદલાવ કરવામાં આવ્યો શૈલેષ લોઢા જે તારક મહેતા તરીકે વર્ષોથી ભૂમિકા ભજવતા આવ્યા હતા તેમની જગ્યાએ પણ નવા તારક મહેતા લાવવામાં આવ્યા જેનાથી દર્શકો ખૂબ નારાજ થયા છે અને આ શોના મેકર આશિત મોદી ઉપર સોશિયલ મીડિયા માં ખૂબ જ કમેન્ટ્સ આપી રહ્યા છે.

આ વચ્ચે ટીઆરપી લિસ્ટ માં શોનેં જાળવી રાખવા અને દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે આશિત મોદી શોમાં ઘણા સમયથી અપરણીત પોપટલાલને ઘોડીએ ચડાવવા માગે છે એમના ઢોલ વગાડીને ફરી દર્શકો ને ઝૂમતા જોવા માંગે છે એના કારણે શોની સ્ટોરીમાં ટૂંક સમયમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

પોપટલાલ નું પાત્ર ભજવતા શ્યામ પાઠકે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પોપટલાલના લગ્ન થશે અને મિસ પોપટલાલ તરીકે નવું પાત્ર આપની વચ્ચે આવશેતો શો મેકર આશિત મોદીએ પણ એક મિડીયા ઈન્ટરવ્યુ દરમીયાન કબૂલ્યું હતુંકે આ વખતે ચોક્કસ.

પોપટલાલના લગ્ન ટુટશે નહીં અને ધામધૂમથી પોપટલાલ ની દુલ્હનને ઘેર લાવવામાં આવશે દર્શકો પણ પોપટલાલ ના વારંવાર તૂટતા લગ્નની સ્ટોરીથી કંટાળી ગયાછે એ વાતની જાણ શો મેકરને થઈ ગઈ છે તેથી એ ટૂંક સમયમાં ટ્વિસ્ટ લાવી સ્ટોરીને ચેન્જ કરશે મિત્રો આપનો પોપટલાલ ના લગ્ન વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *