લાંચ માંગવી અને લાંચ આપવી એ બંને ગુનો છે આ કાયદાની સમજ બધાની પાસે જ છે પણ છતાં લાંચ વગર કામ થતું નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે છતાં કેટલાક નાગરિકો હિંમત કરે છે લાંચ માંગનાર અધિકારીને પડકારે છે અને એન્ટી કરપ્શન બ્યુરો પાસે આવે છે આવો જ એક નાગરિક વ્યારા તાપીથી પહોંચે છે ગુજરાત એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલ પાસે અને ફરિયાદ કરે છે કે વ્યારા તાપીના મહિલા પોલીસ અધિકારી મારી પાસે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગી રહ્યા છે. આ મહિલા અધિકારી અને તેમના સાગરીતોને ઝડપવા માટે એસીબીએ છટકાનું આયોજન કર્યું પણ આરોપીઓ એટલે કે
લાંચ માંગનાર પોલીસ અધિકારી ચાલાક હતા કેવી રીતના તેઓ છટકી ગયા અને એસીબીએ શું કરી કાર્યવાહી તેની વિગતે વાત કરવી છે >> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે >> નમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે લાંચ માંગનાર અધિકારીઓની લાંચ માંગનાર અધિકારીઓ અને લાંચમાંથી થતી આવકમાંથી બેનામી સંપત્તિ ઊભી કરતા અધિકારીઓને પકડવા માટે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો કાર્યરત છે પણ જે લોકો પકડ કડાય છે તો પાસેરામાં પહેલી પૂણી સમાન છે કારણ કે હજી પણ લોકો એવું માને છે લાંચ આપ્યા વગર કામ થશે નહીં
એટલે મોટા ભાગના લોકો સામેથી જ સરકારી કચેરીમાં જાય ત્યારે સાહેબ કઈ સમજી લોને એમ કહીને વાત કરે છે એટલે લાંચ લેનાર અધિકારીઓને મજા પડી જાય છે. ઘટના વ્યારા તાપીની છે વ્યારા તાપીના એસટીએસસી સેલમાં એક મહિલાએ ફરિયાદ આપી હતી કે તેના પતિ તેના સાસુ સસરા તેના કાકી સાસુ સસરા અને બે મિત્રો તે દલિત જ્ઞાતિની હોવાને કારણે તેને ટોણા મેણા મારતા હતા અને દહેજની માંગણી કરતા હતા એટ્રોસિટી એક્ટનો પ્રશ્ન હતો એટલે ફરિયાદ પહોંચે છે વ્યારા તાપીના એસટીએસસી સેલના ડીવાયએસપી નિકિતા સિરોય પાસે એટ્રોસિટી એક્ટ એવું કહે છે કે જ્યારે એટ્રોસિટીની ફરિયાદ હોય ત્યારે
તેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી જોડે થવી જોઈએ એટલે આ તપાસ નિકિતા શિરોઈ પાસે આવે છે આ કેસમાં જેની સામે આરોપ લાગ્યો હતો એવો આરોપી ને પોલીસ એસટીએસસી સેલમાં બોલાવે છે નિકિતા શિરોય તેની સાથે પૂછપરછ કરે છે આખા મામલાને સમજવાનો નો પ્રયત્ન કરે છે પછી તે આ આરોપીને એવું કહે છે મારા હેડ કોન્સ્ટેબલ છે નરેન્દ્ર ગામિતને તમે તેને મળી લો પછી જેની ઉપર આરોપ લાગ્યો હતો એ યુવાન કાકરાપાર એલએનટી કંપનીમાં કામ કરતો હતો તે પહોંચે છે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત પાસે અને નરેન્દ્ર ગામિત સાથે વાત કર્યા પછી નરેન્દ્ર ગામિત એવું
કહે છે કે આ કેસની અંદર આઠ આરોપીઓ છે જો ધરપકડ ન કરવી હોય હેરાન ન કરવા હોય દરેકના 50હ000 પેટે કુલ 4 લાખ રૂપિયા આપો તો જ સાહેબ કામ કરશે આમ આમ વ્યક્તિને પોતાની સામે એટ્રોસિટી અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ જે ફરિયાદ થઈ હતી તેમાં પોલીસ તેની પાસે 4 લાખ રૂપિયાની માંગણી કરે છે. આ જે નાગરિક છે એ લાશની રકમ આપવા માંગતો નહતો એટલે વ્યારા તાપીથી તે સીધો પહોંચે છે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી એન્ટી કરપ્શનની ઓફિસમાં જ્યાં એસીવીના ડાયરેક્ટર પિયુષ પટેલને મળે છે અને પોતાની ફરિયાદ કહે છે કે પોલીસ અધિકારી મારી પાસે 4 લાખ
રૂપિયાની માંગણી કરી રહ્યા છે. મામલો બહુ સૂચક એટલા માટે હતો કારણ કે dવાએસપી કક્ષાના અધિકારી પણ આ મામલામાં શામેલ હતા એટલે સૌથી પહેલા એસીબીની ફરજ એ હતી કે ખરેખર ફરિયાદ સાચી છે કે ખોટી છે તે જાણવું જરૂરી હતું એટલે અને બીજી બાબત એવી હતી કે મહિલા અધિકારી હતા સનિયર અધિકારી હતા એટલે તેમની સામે જો છટકું ગોઠવવામાં આવે અને તેની માહિતી લીક થઈ જાય તો મુશ્કેલી થાય એટલે એસીવીના ડાયરેક્ટર અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસએન બારોટ જેઓ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને આ છટકાનું આયોજન કરવાનું કહે છે પોલીસ ઇન્સ્પેક્ટર બારોટ ફરિયાદીને સાંભળે
આખરે દોઢ લાખ ઉપર પહોંચે છે ફરી વખત આ ફરિયાદી ડીવાયએસપી મહિલા ડીવાયએસપી છે નિકિતા શિરોઈ 2021 બેચના તેમની પાસે પહોંચે છે અને કહે છે કે મારે નરેન્દ્ર ગામિત સાથે વાત થઈ છે તે પૈસાની વાત કરે છે તે મામલે શું કરવાનું છે જો ખરેખર નિકિતા શિરોએ પૈસાની માંગણી નહોતા કરતા અથવા તેમની જાણબાર જો હેડ કોન્સ્ટેબલ પૈસા માંગી રહ્યો હતો તો તેમણે ત્યાં કહ્યું હોત કે કોણે પૈસાની ની વાત કરી શેના પૈસાની વાત કરી પણ નિકિતા શિરોય તેવું કહેતા નથી અને તે ફરી પોતાની વાતને દોહરાવે છે કે નરેન્દ્ર ગામિત તમને જે કહે તે પ્રમાણે તમે કરો આમ આ વાત રેકોર્ડ થઈ