પશ્ચિમ બંગાળના નડિયામાં એક રોડ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે જેમાં પાંચ વ્યક્તિ ઘાયલ પણ થયા છે ઘટના ત્યારે બની જયારે આ બધા લોકો એક સગાવ્હાલાનું નિધન થતા તેમની લાશ લઈને અંતિમ ક્રિયામાં જઇ રહ્યા હતા અહીં જે ગાડીમાં લાસ મુકવામાં આવી હતી તે ગાડી રસ્તાની બાજુમાં ઉભલે ટ્રક સાથે અથડાઈ હતી.
પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા ત્યાંના લોકોના જણાવ્યા અનુસાર ઘટના શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળના નદીયાં જિલ્લામાં બની હતી અહીંના લોકો એક મેટાડોળમાં એક લાશ લઈને જતા હતા તેઓ નવદીપ સ્મશાન ખાતે જઈ એહ્વા હતા ત્યારે આ ઘટના બની હતી.
અહીં વાનમાં લાસ લઈને જતા રસ્તાની બાજુમાં ઉભેલ ટ્રક સાથે વાન અથડાતા જોરદાર અક્સમાત સર્જાયો હતો અક્સમાત એટલો ગંભીર હતો કે તેમાં 18 લોકો કાળનો કોળિયો બન્યા હતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડે સોસીયલ મીડિયામાં આ પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.