છેલ્લા કેટલાક સમયથી મહાઠગ સુકેશ ચન્દ્રશેખરનો કેસ મીડીયામાં છવાયેલ છે કેસમાં પહેલા બૉલીવુડ એક્ટર જેકલીન ફર્નાડિસ અને નોરા ફતેહીનું નામ જોડાયેલ હતું પરંતુ હવે એક નવી ચોંકાવનાર ખબર સામે આવી છે જેમાં બૉલીવુડ એક્ટર જાનવી કપૂર સારા અલી ખાન અને ભૂમિ પેંડેકરનું નામ જોડાયું છે.
અહીં એક રિપોર્ટ મુજબ સુકેશે ત્રણેય અભિનેત્રીઓને મોંઘી ગીફ્ટો આપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એકે રિપોર્ટમાં એવું પણ કહેવાયું છેકે જાનવીને સુકેશની પત્નીએ 18 લાખ રૂપિયા આપ્યા હતા જયારે 21 મેના રોજ સારા અલી ખાનને વોટ્સએપ પર સુકેશે મેસેજ કર્યો હતો જેમાં સારાને પોતાનું નામ સૂરજ રેડ્ડી જણાવ્યું હતું.
જેના બાદ સુકેસે સારાને એક ગાડી ગિફ્ટ આપવાની વાત કરી હતી પરંતુ સારાએ ગાડી લેવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો છતાં રિપોર્ટ મુજબ સારાને ચોકલેટ અને મોંઘી ઘડિયાળ ગિફ્ટ આપી હોવાનું સામે આવ્યું છે અહીં તમામ એક્ટરનો સંપર્ક પિંકી ઈરાનીએ કરાવ્યો હતો ભૂમિ પેંડેકરને પણ સુકેશે ગીફ્ટો.
આપવાની કોશિશ કરી હતીં ભૂમિથી સંપર્ક કરાવનાર પિંકી ઈરાનીએ ખુદને ન્યૂઝની એચઆર જણાવી હતી જેમણે ભૂમિને ગાડી ગિફ્ટ આપવાની વાત કરી હતી સુકેશે પણ ભૂમિ જોડે ફોન પર વાત કરી હતી જેમાં સુકેશે ખુદને સૂરજ નામ જણાવ્યું હતું પરંતુ ભૂમિએ ઇડીને જણાવ્યું છેકે તેણે સુકેશથી કોઈ ગિફ્ટ લીધી નથી.