Cli

સુરતમાં મોટો અકસ્માત થતા બચ્યો, રેલ્વેકર્મીઓની મહેનતથી મોટી દુર્ઘટના ટળી

Uncategorized

ડિંડોલી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં અજાણીયા તત્વો દ્વારા ટ્રેક પર લોખંડની પ્લેટ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર હું મીરા જોશી નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે યાદગાર બાબત એ છે કે ટ્રેન ધીમી ગતિએ હતી અને પાયલોટની તત્પરતા અને સમય સૂચકતાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના ત્યારે બની હતી જ્યારે ડિંડોલી રેલવે ટ્રેક પરથી એક ગુડ્સ ટ્રેન પસાર થવાની હતી. એ સમયે કોઈ અજાણીયા તત્વએ ટ્રેક પર ભારે લોખંડનીપ્લેટ મૂકી દીધી હતી. ટ્રેન ધીમી ગતિમાં હોવાને કારણે પાયલોટને ટ્રેન પર કંઈક અસભ્ય નજર આવ્યું અને તેણે તરત ઇમર્જન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધી હતી. ટ્રેન રોક્યા બાદ પાયલોટ નીચે ઉતરી તપાસ કરતા ટ્રેન પર લોખંડની પ્લેટ મળી આવી છે.

ઘટનાની જાણ તાત્કાલિક રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરાઈ હતી અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. હાલ ડિંડોલી પોલીસ દ્વારા અજાણીયા ઇસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ કરવામાં આવી રહી છે લોખંડની પ્લેટ કોણ લાવ્યું હતું અને ક્યાંથી મૂકવામાં આવી છે પોલીસ તેમજ રેલવે વિભાગનાઆ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસમાં વ્યસ્ત છે. તો શું કહી રહ્યા છે સુરતના એસીપી એનપી ગોહિલ તેમને સાંભળો જી સાહેબ જેને પાછા પરથી ઉતારવાનો પ્રયાસ તારીખ 2 10 2025 ના રોજ એક ઢીંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે એ કેસમાં જે હકીકત જે છે

ફરિયાદની હકીકત મુજબ તારીખ 29/9/2025 ના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જુરીસ સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એકએકદમ અવાજ આવ્યો રાત્રે આશરેપોણા વાગ્યાની આસપાસનો બનાવ છે એકદમ અવાજ આવ્યો એટલે જે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નતું અને જોયું તો ટ્રેનને કઈ નુકસાન થયેલું નતું અને કોઈ જાનહાની પણ થયેલી નથી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સીનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી એ ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. હાલ ગુનો અનટેક છે

આકોકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે. જે પાટલ ઉપર જે પટ્ટી મુકવામાં આવ્યું હતું કેટલા ફૂટની હતી કઈ રીતની લાંબી હતી અને કેમ મુકવા કઈ કારણ હા આજે જે ચેનલ જે લોખંડની ચેનલ મૂકવામાં આવેલી હતી એની લંબાઈ આશરે 7ફૂટની હાલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને આ ગુનો અનડીટેક છે એટલે કોઈ વ્યક્તિએ મૂકેલી છે અથવા તો શરતચૂકથી ત્યાં રહી ગઈ છે એટલે એ બાબતમાં હજુ તો ક્લેરિટી છે નહી પણ તેમ છતાં આજે ટ્રેનને જે જે ટ્રેન રોકાઈ અને આ જે રીતનાઅકસ્માતનો જે બનાવ બન્યો છે એ અનુસંધાને ગુનો દાખલ થયેલો છે

ગુનો ડિટેક્ટ થશે અથવા તો તપાસ દરમિયાન જે કઈ પુરાવા એકત્રિત થશે અને આગળની બાબત ક્લિયર થશે તો આ બાબતે વધુ જાણકારી આપવામાં આવશે. તો તમે સાંભળ્યા સુરતના એસીપી એનપી ગોહિલને તેમણે જણાવ્યું કે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ રેલવે અને મુસાફરી સુરક્ષાને પડકાર આપી રહી છે આવી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યુઝ સાથે અમારી નવજીવન ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનુંભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે હે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *