ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહૂજાના છૂટાછેડા અંગેના અફવાઓ સતત વધી રહ્યા છે. એવી ચર્ચા છે કે બંનેના સંબંધોમાં કોઈ ત્રીજો વ્યક્તિ આવી ગયો છે, જેના કારણે તેમની લગ્નજીવનમાં તણાવ ઊભો થયો છે. હવે સુનિતાએ ગોવિંદાના એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે ચાલી રહેલા અફવાઓ પર ચુપ્પી તોડી છે અને આખું સત્ય જણાવ્યું છે.
હકીકતમાં સુનિતા આહૂજા “બિગ બોસ 13” ફેમ પારસ છાબડાના “આબરા કા ડાબરા” શોમાં પહોંચી હતી. ત્યાં તેમને પૂછવામાં આવ્યું કે ગોવિંદા એક 30 વર્ષની મરાઠી એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં છે એવી ચર્ચા ચાલી રહી છે — તે વિષે શું કહેવું?તે પર સુનિતાએ કહ્યું, “હું પણ આ વાત ઘણીવાર મીડિયા મારફતે સાંભળી છે, પરંતુ જ્યાં સુધી હું મારી આંખોથી નહીં જોઈ લઉં અથવા તેને રંગેહાથે પકડી ન લઉં, ત્યાં સુધી કંઈ કહી શકું તેમ નથી. મેં પણ સાંભળ્યું છે કે તે એક મરાઠી અભિનેત્રી છે.”
સુનિતાએ આગળ કહ્યું કે જીવનના આ તબક્કે તેમના પતિએ પરિવાર પર વધારે ધ્યાન આપવું જોઈએ. “આ ઉંમર હવે આ બધું કરવા જેવી નથી. ગોવિંદાએ પોતાની દીકરી અને જમાઈના કરિયર વિશે વિચારવું જોઈએ,” એમ તેમણે કહ્યું.તેમણે વધુમાં ઉમેર્યું કે “હું પણ અફવાઓ સાંભળી છે,
પરંતુ હું મીડિયાને કહ્યું છે કે જ્યાં સુધી હું પોતે મોઢું ન ખોલું, ત્યાં સુધી કોઈ વાત પર વિશ્વાસ ન કરવો. હું હંમેશા સત્ય બોલું છું, કારણ કે હું ક્યારેય ખોટું નથી બોલતી.”હાલ સુનિતા આહૂજાના આ નિવેદનને લઈને ચર્ચા ચાલી રહી છે.તમારું શું માનવું છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો.આવી વધુ બોલીવુડ સમાચાર માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.