ગોવિંદા ગમે ત્યાં જાય પણ સુનીતા જેવી પત્ની તેને જિંદગીમાં નહીં મળે. આવી છોકરીઓ તો ઘણી આવે છે, પણ તમે થોડા મૂર્ખ છો. તમે 63 વર્ષના થયા છો. સુનીતા ક્યારેય પૈસા પાછળ નથી ભાગી, તે માત્ર પ્રેમ પાછળ ભાગી છે અને દિલથી ગોવિંદાને પ્રેમ કર્યો છે અને આજે પણ કરું છું.90ના દાયકામાં જ્યારે ગોવિંદા બોલિવૂડના નંબર વન સુપરસ્ટાર ગણાતા હતા,
ત્યારે તેમની પત્ની સુનીતા આહુજાને અવારનવાર એક પડછાયાની જેમ જોવામાં આવતી હતી. તે એક શાંત, સૌમ્ય અને સંસ્કારી ભારતીય પત્નીની છબીમાં પૂરી રીતે ફિટ બેસતી હતી, જે ઝાકઝમાળ ભરેલી ફિલ્મી દુનિયાથી દૂર રહીને પોતાના પતિ અને પરિવાર માટે પોતાને સમર્પિત કરી દે છે. કેમેરાથી અંતર, ઇન્ટરવ્યુથી પરેજી અને પોતાના જીવનને લાઈમલાઈટથી દૂર રાખવાની આદત, એ જ તેમની ઓળખ હતી. તે કહેતી કે, આટલી બધી હીરોઈનો સાથે કામ કરે છે, મને થોડી તો બળતરા થાય જ ને, પણ આ તેમનો વ્યવસાય છે એટલે હું કંઈ બોલતી નથી.પરંતુ આજે 2026ના સમયમાં જો
તમે તેમનો કોઈ પણ ઇન્ટરવ્યુ જુઓ તો સુનીતા આહુજા એવી બિલકુલ નથી દેખાતી જેવી તે 30 વર્ષ પહેલા હતી. આજે તે ચૂપ રહેવાવાળી નથી રહી પણ દરેક વાત ખુલીને કહે છે. ઘણી વાર તો તે ગોવિંદાની એવી પોલ ખોલે છે કે સાંભળનારા હેરાન રહી જાય છે. તે કહે છે, “હું રોજ બેસીને દારૂ પીઉં છું, તો શું થઈ ગયું? કોઈના બાપના પૈસાની થોડી પીઉં છું? પૂજા પાઠ કરું છું એનો અર્થ એ નથી કે હું સાધુ સંત થઈ ગઈ છું.” સુનીતાના આ નિવેદનોએ તેમના સંબંધોમાં તિરાડની અફવાઓને હવા આપી છે.શું ખરેખર સુનીતા આટલા વર્ષો સુધી માત્ર પોતાના બાળકો અને પરિવારની ખાતર બધું સહન કરતી રહી?
શું આજે તેમનું બોલવું એ દર્દ અને તકલીફનો ઇઝહાર છે જે તેમણે વર્ષો સુધી દબાવી રાખ્યો હતો? સુનીતા કહે છે કે તેમના સાધારણપણાનો અને પ્રેમનો ઘણો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે.ગોવિંદા અને સુનીતાની પહેલી મુલાકાત ગોવિંદાના મામાના ઘરે થઈ હતી. સુનીતા એક હાઈ પ્રોફાઈલ ફેમિલીમાંથી આવતી હતી અને તે ઘણી મોડર્ન હતી. સુનીતા કહે છે કે તે 15 વર્ષની ઉંમરમાં જ ગોવિંદાના પ્રેમમાં પડી ગઈ હતી. 3 વર્ષ સુધી તેમનું અફેર છૂપી રીતે ચાલ્યું. 1987માં બંનેએ અત્યંત સાદગીથી લગ્ન કરી લીધા અને આ લગ્નને લાંબા સમય સુધી મીડિયાથી છુપાવવામાં આવ્યા હતા. ગોવિંદાને ડર હતો કે જો લગ્નની ખબર બહાર આવશે તો તેની ‘ચોકલેટ બોય’ ઇમેજ અને ફીમેલ ફેન ફોલોઇંગ પર અસર પડશે.1989માં જ્યારે પુત્રી ટીનાનો જન્મ થયો ત્યારે દુનિયાને તેમના લગ્નની ખબર પડી. પરંતુ આ ખુશખબરી પહેલા તેમની જિંદગી એક મોટા સદમામાંથી પસાર થઈ હતી. ટીના પછી તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો જે પ્રી-મેચ્યોર હતી અને માત્ર 3 મહિના જ જીવી શકી હતી.
1997માં પુત્ર યશવર્ધનનો જન્મ થયો.આજે જ્યારે સુનીતા ખુલીને બોલે છે ત્યારે લોકો તેમની તુલના 90ના દાયકાની શાંત સુનીતા સાથે કરે છે. સુનીતા કહે છે, “જ્યાં સુધી મારા સાસુ-સસરા હતા ત્યાં સુધી હું ચૂપ રહેતી હતી કારણ કે હું તેમને માન આપતી હતી. હવે તે નથી એટલે ગોવિંદા અને હું મિત્રો જેવા છીએ, હવે શું હું તેનાથી ડરીને રહીશ?”અફેરની અફવાઓ, ‘સુગર ડેડી’ જેવા આરોપો અને 2025ને સૌથી ખરાબ વર્ષ ગણાવવું એ બતાવે છે કે વર્ષોની ચૂપકીદી હવે તૂટી ગઈ છે. સુનીતા કહે છે કે તે ગોવિંદાને માફ કરી શકે છે પણ શરત એ છે કે તે બદલાય, પરિવાર પર ફોકસ કરે અને પેલી ‘બીજી સ્ત્રી’ વાળી વાતો ખતમ કરે. ગોવિંદાએ આને કાવતરું ગણાવ્યું છે અને કહ્યું છે કે પરિવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.હવે સવાલ એ છે કે શું 2026 તેમના માટે નવી શરૂઆતનું વર્ષ બનશે? શું તે જૂની યાદોને સાચવીને ફરી સાથે ઉભા રહેશે કે પછી આ અંતર વધી જશે?