ગોવિંદાએ આપ્યો બીજીવાર લગ્ન કરવાનો સંકેત. પત્નીને આપી તૈયાર રહેવાની સલાહ. કુંડળીનો હવાલો આપીને એક્ટર આ શું બોલી ગયા? અફેરના સમાચારો વચ્ચે ‘હીરો નંબર વન’નું નિવેદન વાયરલ. ગોવિંદાની હરકત પર સુનીતા થઈ લાલચોળ. દંગ રહી ગયા ગોવિંદાના ફેન્સ.90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા આ દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. તેમની પત્ની સુનીતા આહુજાએ સ્પષ્ટપણે કહ્યું છે કે
ગોવિંદાનું એક યંગ મરાઠી એક્ટ્રેસ સાથે અફેર ચાલી રહ્યું છે. જોકે, આ આરોપોને એક્ટરે ધરાર નકારી કાઢતા કહ્યું છે કે કોઈ અફેર નથી, તેઓ પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે. આ દરમિયાન હવે ગોવિંદાનું એક જૂનું નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે તેમની કુંડળીમાં બે લગ્ન લખેલા છે, જેના કારણે સુનીતાએ તૈયાર રહેવું જોઈએ.
જી હા, આ વાત એકદમ સાચી છે અને સમગ્ર મામલો તમને વિગતવાર જણાવીએ. ગોવિંદા અને સુનીતાના 38 વર્ષના લગ્નજીવન પર અફેરની તલવાર લટકી રહી છે અને આ દાવો ખુદ એક્ટરની પત્ની સુનીતા આહુજા કરી રહી છે. આ દરમિયાન ગોવિંદાની કુંડળી ચર્ચાનો વિષય બની છે. અફેરના સમાચારો વચ્ચે ગોવિંદાનો એક જૂનો ઈન્ટરવ્યુ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર, ગોવિંદાએ 1990માં પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના બે લગ્ન થઈ શકે છે. તેમણે સંકેત આપ્યો હતો કે તેમની કુંડળીમાં એકથી વધુ લગ્ન લખેલા છે. ગોવિંદાએ કહ્યું હતું કે, “કાલે કોણ જાણે છે, હું ફરીથી કોઈની સાથે ઈન્વોલ્વ થઈ શકું છું અને કદાચ હું તે છોકરી સાથે લગ્ન કરી લઉં જેની સાથે હું જોડાયેલો છું. પરંતુ સુનીતાએ આ માટે તૈયાર રહેવું જોઈએ.
ત્યારે જ હું મુક્ત અનુભવીશ. મારી કુંડળીમાં બીજા લગ્ન છે.” આ દરમિયાન એક્ટરે પોતાની કો-સ્ટાર પ્રત્યેના આકર્ષણ વિશે પણ વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ એક્ટ્રેસ નીલમના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા અને તેમણે સુનીતા સાથે માત્ર એટલા માટે લગ્ન કર્યા હતા કારણ કે તેમણે વચન આપ્યું હતું. ગોવિંદાએ તે જ ઈન્ટરવ્યુમાં જૂહી ચાવલા અને દિવ્યા ભારતી માટે પણ પોતાનું આકર્ષણ કબૂલ્યું હતું.તાજેતરમાં જ્યારે ગોવિંદાનું નામ એક મરાઠી એક્ટ્રેસ સાથે જોડાયું હતું, ત્યારે સુનીતા આહુજા ગોવિંદા પર ખૂબ ભડકી ગઈ હતી. તેમનું કહેવું હતું કે આ ઉંમરે તેમણે દીકરાના કરિયર અને દીકરીના લગ્ન વિશે વિચારવું જોઈએ. આ દરમિયાન સુનીતાનું વધુ એક સ્ટેટમેન્ટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
તેમને સવાલ કરવામાં આવ્યો કે જ્યારે ગોવિંદા ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા ત્યારે ડર નહોતો અને હવે કેમ છે?તેના જવાબમાં સુનીતાએ કહ્યું કે તે સમયે ગોવિંદાના માતા જીવિત હતા અને તેઓ પોતાની માતાથી ખૂબ ડરતા હતા. તેઓ જે કહેતા હતા તે જ થતું હતું. આ કારણે તેમને પોતાના લગ્ન તૂટવાનો કોઈ ડર નહોતો. પરંતુ જ્યારથી તેમની સાસુનું અવસાન થયું છે, ત્યારથી ગોવિંદા મનમાની કરે છે. ના પત્ની પર ધ્યાન આપે છે અને ના બાળકો પર. આ સાથે જ સુનીતાએ ગોવિંદાના પિતરાઈ ભાઈઓ પર પણ એક્ટરને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ગોવિંદા પોતાના અફેરના સમાચારોને હંમેશા નકારતા આવ્યા છે.