ધડકન ફિલ્મમાં દેવનું યાદગાર પાત્ર ભજવનાર સુનીલ શેટ્ટીને કોણ નથી જાણતું 60 વર્ષના સુનીલ શેટ્ટી એ પોતાના બોલીવુડ કરિયરમા ગોપિકિશન, ફીર હેરા ફેરી,બોર્ડર, ભાઈ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને દરેક ફિલ્મમાં તેમને હીરોનું પાત્ર ભજવ્યું છે અને એ પાત્રને યાદગાર બનાવ્યું છે.પરતું જો તમને યાદ હોય તો ૨૦૦૪ના વર્ષમાં શાહરૂખખાનની એક ફિલ્મ આવી હતી મે હુના આ ફિલ્મને ઘણી જ સફળતા મળી હતી આ ફિલ્મના હીરો સાથે ફિલ્મના વિલનના પણ સારા વખાણ થયા હતા.
મિત્રો જો તમે ફિલ્મ જોઈ હોય તો આ ફિલ્મમાં વિલનનું પાત્ર સુનીલ શેટ્ટી એ ભજવ્યું હતું તો મિત્રો એવું તો શું થયું હતું કે એક સારા બિઝનેસમેન એક સારા એક્ટર હોવા છતાં અને બોલીવુડમાં આટલા સફળ હીરોની ઈમેજ હોવા છતાં સુનીલ શેટ્ટીને ફિલ્મ મે હુ ના મા વિલનનો રોલ કરવો પડ્યો હતો ફિલ્મ મે હું ના સાથે જોડાયેલી આ વાત આજે અમે તમને જણાવશું.
તમે તો જાણો જ છો કે સુનીલ શેટ્ટી કોઈપણ વ્યક્તિની મદદ કરવામાં ક્યારે પણ પાછા નથી પડતાં ભલે એ વ્યક્તિ બોલીવુડની હોય કે ન હોય કોઈપણ વ્યક્તિને મદદની જરૂર હોય અને જો સુનીલ શેટ્ટી પાસે જાય તો ક્યારે પણ ખાલી હાથ પાછો ન જ ફરે અને આ જ તો કારણ છે કે બોલીવુડમાં અને સુનીલ શેટ્ટી ના ચાહકોમાં સુનીલ શેટ્ટીને અન્ના નામે ઓળખવામાં આવે છે.
એક વાત તો ખબર જ હશે કે આ ફિલ્મ મે હું ના શાહરૂખખાનની પ્રોડક્શન કંપની હેઠળ બનાવવામાં આવી હતી જેને ફરાહ ખાને ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમા હીરો સાઈડ હીરો હિરોઈન દરેક વ્યક્તિ નક્કી થઈ ગઈ હતી પરંતુ ફિલ્મમાં વિલનના પાત્ર માટે કોઈપણ વ્યક્તિ મળી રહી ન્હોતી તમને જણાવી દઈએ કે આ ફિલ્મના વિલનના પાત્ર માટે નસરુદ્દીન શાહ નાના પાટેકરને પૂછવામાં આવ્યું હતું પરતું નાના પાટેકર ફિલ્મની વાર્તામા બદલાવ કરવાનું કહેતા તેઓ ફિલ્મનો હિસ્સો ન બની શક્યા.
જે બાદ ફરાહ ખાનના કહેવા પર શાહરૂખે ફિલ્મ મે હું ના વિલનના પાત્ર માટે સુનીલ શેટ્ટી સાથે વાત કરવા ગયા હતા જ્યારે સુનીલ અન્નાને શાહરૂખે જણાવ્યું કે આ ફિલ્મ માત્ર વિલન ન મળવાને કારણે અટકી છે તો અન્નાએ શાહરૂખની મદદ કરવાના હેતુથી ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ તો ફિલ્મ અન્નાના લુક વિશે ઘણી જ ચર્ચા થઈ હતી.