ધ કપિલ શર્મા શો છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ચાલી રહ્યો છે જેનાથી જોડાયેલ ખબરો અત્યારે સોસીયલ મીડિયામાં જોવા મળતી રહે છે થોડા સમય પહેલા ખબર આવી હતી કે કપિલ શર્માનો શો બંદ થવા જઈ રહ્યો છે એવામાં વચમાં ખબર આવી હતી કે કપિલના શોની સુમોના ચક્રવર્તી શો છોડી રહી છે.
શો છોડવાને લઈને સુમોના ચક્રવરર્તીએ પોતાનું બયાન આપ્યું છે ઇન્ડિયા ડોટ કોમની ખબર મુજબ સુમોનાને કપિલના શોને લઈએ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે જણાવ્યું કે તેઓ શોને નથી છોડી રહી સુમોનાએ વાત કરતા જણાવ્યું કે શોને હું બિલકુલ નથી છોડવાની અને આવું કંઈ કરવાનું વિચારી પણ નથી રહી.
હકીકતમાં સુમોના જલ્દી નવા શોમાં જઈ રહી છે શોનું નામ શોનાર બંગલા છે શોનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે જેમાં બંગાળની ખૂબસુરતી બતાવાઈ છે જયારે આ શોનો પ્રોમો રિલીઝ થયો ત્યારે અફવા ઉડી હતી કે સુમોના કપિલ શર્માનો શો છોડવાની છે પરંતુ તેના પર સુમોનાએ જણાવ્યું છેકે તેઓ કપિલનો શો નથી છોડવાની.