Cli

લતાજીને ટક્કર આપનાર આ ગાયિકાને બોલિવૂડમાંથી કાઢી મૂકવામાં આવી? કાવતરું કોણે રચ્યું?

Uncategorized

આપણે આજે એવી એક ગાયિકાની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમની અવાજ લતા મંગેશકર જેવી હુબહુ લાગતી હતી. જ્યારે પહેલીવાર તેમની અવાજ હિન્દી સિનેમામાં ગુંજી, ત્યારે સાંભળનારાઓ સ્તબ્ધ રહી ગયા. તેમની સુર, તાલ અને લય એટલા મધુર હતા કે જાણે જાદુ કરી દે.

બહુ જ ઓછી વારમાં તેમના ચાહકોની લાંબી યાદી બની ગઈ.પરંતુ શું તમને ખબર છે કે આ પરફેક્ટ ગાયકી જ તેમના માટે મુશ્કેલી બની ગઈ. તેમની પ્રતિભા અને વધતી લોકપ્રિયતાને કારણે તેમને તે સમયની કેટલીક મોટી ગાયિકાઓની સજિશોનો સામનો કરવો પડ્યો અને અંતે થાકી હારીને તેમને ગાયન છોડવું પડ્યું.આ ગાયિકા હતી સુમન કલ્યાણપુર.સુમન કલ્યાણપુરનો જન્મ 1937માં એક એવા પરિવારમાં થયો હતો, જ્યાં કલા અને સંગીત પ્રત્યે ખાસ ઝોક હતો. તેમના પિતા સેન્ટ્રલ બેંકમાં મોટા બાબુ તરીકે કાર્યરત હતા. નોકરીના કારણે પરિવાર લાંબા સમય સુધી ઢાકામાં રહ્યો, પરંતુ બાળકોના ભવિષ્ય માટે 1942માં મુંબઈ આવ્યા. અહીં સુમનનો અભ્યાસ સેન્ટ કોલંબા સ્કૂલમાં થયો.સુમન શરૂઆતમાં પેઇન્ટર બનવા માંગતી હતી અને તેથી જેજે સ્કૂલ ઓફ આર્ટ્સમાં દાખલ થઈ.

પંદર વર્ષની ઉંમર સુધી તેમણે એક પણ હિન્દી ફિલ્મ જોઈ નહોતી. તેમને નૂરજહાંની અવાજ પ્રત્યે વિશેષ રસ હતો. પાડોશી અને પિતાના મિત્ર કેશવરાવ ફુલેએ તેમની પ્રતિભા ઓળખી અને તેમને ગાયન શીખવાની સલાહ આપી.ઉસ્તાદ ખાન અબ્દુલ રહમાન ખાન, માસ્ટર નૌરંગ અને કેશવરાવ ભોળે જેવા મહાન ગુરુઓ પાસેથી તેમણે તાલીમ લીધી. 1952માં ઓલ ઇન્ડિયા રેડિયો પરથી તેમને ગાવાની તક મળી. ત્યારબાદ મરાઠી ફિલ્મમાં અને પછી હિન્દી સિનેમામાં તેમનો પ્રવેશ થયો.સુમનની અવાજ લતા મંગેશકર જેવી લાગતી હોવાથી ઘણા પ્રોડ્યુસરોએ લતાજીની ઉપલબ્ધિ ન હોય ત્યારે સુમનનો ઉપયોગ કર્યો. પરંતુ આ સમાનતાજ તેમના માર્ગમાં અવરોધ બની. સંગીતકારો લતાજીની નારાજગીથી ડરતા હતા અને સુમનને કામ આપવામાં સંકોચ કરતા.લતા મંગેશકર અને આશા ભોસલેના શિખર સમય દરમિયાન સુમન કલ્યાણપુર હંમેશા બીજી કતારમાં જ રહી ગઈ.

તેમ છતાં તેમણે મહંમદ રફી, મન્ના ડે, મુકેશ, તલત મહમૂદ અને હેમંત કુમાર જેવા મહાન ગાયકો સાથે અદભૂત યુગલ ગીતો ગાયા.મહંમદ રફી અને લતા મંગેશકર વચ્ચેના વિવાદના સમયમાં સુમનને થોડા વર્ષો માટે વધુ તકો મળી અને તેમની રફી સાથેની જોડીએ અનેક સુપરહિટ ગીતો આપ્યા. પરંતુ વિવાદ સમાપ્ત થતાં ફરી સ્થિતિ બદલાઈ ગઈ.સુમન કલ્યાણપુરે હિન્દી સિનેમામાં 900થી વધુ ગીતો ગાયા. મરાઠી ઉપરાંત ગુજરાતી, બંગાળી, ભોજપુરી, રાજસ્થાની અને પંજાબી ભાષાઓમાં પણ તેમણે અસંખ્ય ગીતો ગાયા. તેમ છતાં તેમને હંમેશા લતા મંગેશકરની ડુપ્લિકેટ અવાજ તરીકે જ જોવામાં આવ્યા.રેડિયો અને ટેલિવિઝન પર ઘણી વખત તેમના ગીતોને ભૂલથી લતા મંગેશકરના નામે પ્રસારિત કરવામાં આવ્યા. એક વખત દૂરદર્શનના કાર્યક્રમમાં પણ આવી ભૂલ થઈ હતી,

જેમાં તેમની દીકરીને વાંધો ઉઠાવવો પડ્યો હતો.1979 પછી સુમન કલ્યાણપુર ધીમે ધીમે ફિલ્મી દુનિયાથી દૂર થવા લાગી. સજિશો, અવગણના અને સતત સંઘર્ષથી થાકી જઈને તેમણે પ્લેબેક સિંગિંગને અલવિદા કહ્યું.પછીના વર્ષોમાં તેમને ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને વિવિધ સંગીત સંસ્થાઓ દ્વારા સન્માન મળ્યા. પરંતુ જે ઊંચાઈ અને ઓળખ તેમને મળવી જોઈએ હતી, તે કદી મળી નહીં.હિન્દી સિનેમામાં જ્યાં અવાજ જ ઓળખ હોય છે, ત્યાં લતા મંગેશકરની છાયામાં સુમન કલ્યાણપુરની આખી વ્યક્તિત્વ જ છુપાઈ ગઈ.-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *