સાઉથના સુપર સ્ટાર પ્રભાષની આવનાર ફિલ્મ સાલાર અત્યારથી ખુબજ ચર્ચામાં છે જણાવી દઈએ કેજીએફના નિર્દેર્શક પ્રશાંત નીલની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે પ્રશાંત નીલ આ ફિલ્મ નિર્દેર્શિત કરી રહ્યા હોવાથી અને સાથે પ્રભાસ જેવા ધરખમ અભિનેતા હોવાથી લોકો પહેલાથી જ ફિલ્મ માટે ઉત્સુક છે.
અહીં ફિલ્મમાં સાઉથ સ્ટાર પ્રભાસ અને શ્રુતિ હાસન જોવા મળશે આ ફિલ્મ સાથે જોડાયેલી દરેક નાની મોટા ન્યુઝ મીડિયામાં હાઈલાઈટ થઈ રહ્યા છે જેને લઈને હમણાં જ એક મોટી અપડેટ સામે આવી છે રિપોર્ટ મુજબ ફિલ્મના રાઇટ્સ મેળવવા માટે ઓટિટિ ફ્લેટફોર્મના માલિકો વચ્ચે હોડ લાગી છે જેમાં કરોડોમાં ડીલની વાત થઈ રહી છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો OTT માલિકો ફિલ્મના રાઇટ્સ મેળવવા માટે મોટી રકમ ચૂકવવા પણ તૈયાર છે જેમાં એક મુજબ એક OTT પ્લેટફોર્મે પ્રભાષની આ ફિલ્મ માટે 200 કરોડની મોટી રકમ આપી છે જેના પર મેકર્સે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી જણાવી દઈએ તેને લઈને હજુ સુધી ફિલ્મ મેકર દ્વારા કોઈ રિપોર્ટ લેવામાં આવ્યો નથી.