બોલીવુડના અભિનેતાઓ માંથી નાના પાટેકર એમના અલગ અંદાજના લીધે ફેમસ રહી ચુક્યા છે એમના અલગ અંદાજના લીધે ઘણા બદનામ પણ રહી ચુક્યા છે પણ જયારે નાના પાટેકર એમની સ્ટાઈલમાં ડાયલોગ બોલેછે તો સામે વાળની બોલતી બંદ કરી નાખે છે આમ તો નાના પાટેકર શાંત સ્વભાવના છે પરંતુ એમને ગુસ્સો પણ અચાનક આવી જાય છે.
બોલીવુડમાં કેટલાક એવા પણ અભિનેતાઓ છે જેમને અને નાના પાટેકરને છત્રીસનો આંકડો છે જેમાં નજર કરીએ તો નશરૂદીન શાહનું પણ નામ આ લિસ્ટમાં સામેલ છે આ બનેંની વાત કરીએ તો બંને મોટા નામ છે અને બંનેએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે એક સમય એવો પણ હતો નાના પાટેકર નશરૂદીન શાહથી જલતા હતા.
એ સમયે નશરૂદીન શાહને સારા રોલ મળતા હતા સામે પાટેકરને તેવા રોલ મળતા ન હતા આ જોઈને નાના પાટેકરને જલન પણ થતી હતી આ વાતનો ખુલાસો ખુદ નાના પાટેકરે બીબીસી એશિયન નેટવર્કને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો જેમાં નશરૂદીનને તેઓ એ સમયે બહુ નફરત કરતા હતા.
નાના પાટેકરે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે સારા રોલ સારું સન્માન અને સારા એવોર્ડ પણ નશરૂદીનને મળતા હતા મને કઈ મળતું ન હતું અહીં નાના પાટકરે નશરૂદીનના અભિનયના વખાણ પણ કર્યા હતા કહ્યું હતું કે નશરૂદીન કમાલના અભિનેતા છે મને લાગે છેકે હું એમના અભિનયની ક્ષમતા આગળ દસ ટકા પણ પહોંચી જાઉં બહુ છે.