હમણાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અમુક ગુજરાતી સિંગરો સ્ટેજ ઉપર ના કરવાની હરકતો કરતા હોય છે જેના લીધે જાગૃત યુવાનો આવા સ્ટેજ પ્રોગ્રામનો વિરોધ પણ કરતા હોય છે અહીં એક જાણીતા સિંગરનો એક વિડિઓ સામે આવ્યોછે જે વાઇરલ થતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સોસીયલ મીડિયામાં આ સિંગરનો એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં આ સિંગર ગીતો ગાઈ રહ્યા હતા અને બાજુમાં સાથી ડાંસર સ્ટેજ ઉપરજ ખુલ્લેઆમ ન શોભે તેવી હરકતો કરી રહ્યા છે અહીં આ વિડિઓ લોકોને નજરે પડતા જાગૃત યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે અને ફોન કરીને સિંગરનો વિરોધ કરી રહ્યા છે,
અહીં સ્ટેજ સામે ઘણા લોકો હાજર હતા છતાં આવી હરકતો સામે આવી હતી વિરોધ નોંધાવનાર લોકનું કહેવું છેકે પ્રોગ્રામમાં બહેન દીકરીઓ હાજર હોય અને આવી હરકતો ન શોભે અને લોકોમાં ખોટી અસર વર્તાય જેને લઈને આ સિંગરને બીજી વાર આવી ભૂલ ના કરવા કહ્યું છે આ બાબતના સોસીયલ મીડિયામાં કૉલ રેકોર્ડિંગ વાઇરલ થયા હતા.