Cli

સીમા હૈદર છઠ્ઠી વખત બની માતા: સચિન મીણા સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

Uncategorized

પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદરે હવે વધુ એક બાળકને જન્મ આપ્યો છે. સીમા હૈદર હવે છઠ્ઠા બાળકની માતા બની ગઈ છે. ગયા વર્ષે સીમા હૈદરે પાંચમા બાળકને જન્મ આપ્યો હતો, જોકે ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં તેણે છઠ્ઠા બાળકને જન્મ આપ્યો છે

જે એકદમ સ્વસ્થ છે. આ દરમિયાન છઠ્ઠું બાળક આવવાની ખુશીમાં સચિન અને સીમા હૈદરે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કર્યા છે. સચિનના પરિવારજનોએ મહોલ્લામાં મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

પરિવારના નજીકના લોકોનું કહેવું છે કે માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ દરમિયાન સીમા હૈદરના પતિ સચિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર ઇન્સ્ટાગ્રામ પર સીમા સચિન ઓફિશિયલ નામના પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સીમા હૈદર સ્ટ્રેચર પર સૂતેલી જોવા મળી રહી છે.

સચિન તેની બાજુમાં બેસીને વીડિયો શૂટ કરી રહ્યો છે. આ દરમિયાન સચિન એવું કહેવા માંગે છે કે સીમા હૈદરની નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે, પરંતુ તે ડિલિવરી બોલી શકતો નથી. આ બાબતને લઈને લોકો સોશિયલ મીડિયા પર તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર લખ્યું કે સાબિત કરી દીધું કે તું લપ્પુ છે. તો વળી બીજા એક યુઝરે લખ્યું કે લપ્પુ સા સચિન બોલતા આવડતું નથી એ વાત સાચી પડી ગઈ. એક યુઝરે લખ્યું કે પહેલા ડિલિવરી બોલતા શીખી લે.

તમને જણાવી દઈએ કે સીમા હૈદરે ૧૧ મહિના પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો. આ પહેલા તેના ચાર બાળકો પાકિસ્તાની પતિથી હતા, જ્યારે ભારતીય પતિ સચિન મીણા સાથે આ તેનું બીજું બાળક છે. દીકરાને જન્મ આપ્યા બાદ સીમા હૈદર જ્યારે ઘરે પરત ફરી ત્યારે તેનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ વીડિયો વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. હાલમાં આ વીડિયોમાં આટલું જ. વીડિયોને લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *