સિદ્ધાર્થ મલ્હોત્રાનું દર્દ જોઈ આલિયા ભટ્ટ ભાવુક થઈ હતી. સિદ્ધાર્થ પર દુઃખનો પહાડ તૂટ્યો તો એક્સ-ગર્લફ્રેન્ડ તેની હમદર્દ બની હતી. ૩ વર્ષ પછી આલિયાએ સિદ્ધાર્થ સાથે મુલાકાત કરી છે, જેની તસવીરો વાયરલ થતા ચાહકોને તેમની અધૂરી પ્રેમ કહાની યાદ આવી ગઈ છે.બોલિવૂડના ‘શેરશાહ’ સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
તાજેતરમાં જ સિદ્ધાર્થે તેના પિતા સુનીલ મલ્હોત્રાને ગુમાવ્યા છે. ગત મહિને ૧૪ ફેબ્રુઆરીએ તેમના પિતાનું દિલ્હીમાં નિધન થયું હતું. એક્ટરે પોતે એક અત્યંત ભાવુક પોસ્ટ લખીને પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી, જે બાદ તેના તમામ ચાહકો અને મિત્રો તેના દુઃખમાં સહભાગી થતા જોવા મળ્યા હતા. હવે આ યાદીમાં આલિયા ભટ્ટનું નામ પણ જોડાઈ ગયું છે.હકીકતમાં, ૬ માર્ચે આલિયા ભટ્ટને સિદ્ધાર્થના ઘરની બિલ્ડિંગ બહાર સ્પોટ કરવામાં આવી હતી.
વ્હાઇટ ટી-શર્ટ, ડેનિમ જીન્સ અને જેકેટ પહેરીને, માથા પર કેપ લગાવીને આલિયા સિદ્ધાર્થની બિલ્ડિંગમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. મેકઅપ વગર આલિયા અત્યંત સિમ્પલ લુકમાં હતી. જોકે, આલિયા એકલી નહીં પણ તેના જૂના મિત્ર વરુણ ધવન સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાને મળવા પહોંચી હતી.
આલિયા અને વરુણની સાથે ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર અને સીઈઓ અપૂર્વ મહેતા પણ સિદ્ધાર્થના ઘરેથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.જોકે, આ તમામ લોકો સિદ્ધાર્થના ઘરે કેમ પહોંચ્યા હતા તેની સત્તાવાર જાણકારી સામે આવી નથી, પરંતુ ટાઈમિંગને જોતા સોશિયલ મીડિયા પર નેટીઝન્સ અંદાજ લગાવી રહ્યા છે
કે આ તમામ લોકો સિદ્ધાર્થને પિતાના નિધન પર સાંત્વના આપવા પહોંચ્યા હતા. વરુણ કે કરણ કરતા પણ આલિયાનું સિદ્ધાર્થના ઘરે પહોંચવું લોકોનું ધ્યાન ખેંચી ગયું છે.આ તસવીરોએ જૂના કિસ્સાઓને ફરી તાજા કરી દીધા છે અને ફેન્સને આલિયા-સિદ્ધાર્થની એ પ્રેમ કહાની યાદ આવી ગઈ છે જેની શરૂઆત ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ના સેટ પર થઈ હતી. એક યુઝરે કોમેન્ટ કરી કે, “સિદ્ધાર્થના પિતાનું થોડા દિવસ પહેલા જ નિધન થયું છે, કદાચ એટલે જ તે મળવા ગઈ હશે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “ભલે તે બતાવવાની કોશિશ કરે કે તેને કોઈ ફરક નથી પડતો, પણ સિદ્ધાર્થ માટેની તેની ચિંતા આજે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.”બીજી તરફ, કેટલાક ચાહકો તેને ‘SOTY’ ગેંગનું રિયુનિયન ગણાવી રહ્યા છે અને અંદાજ લગાવી રહ્યા છે કે કદાચ કરણ જોહર તેના આ ત્રણેય ફેવરિટ સ્ટુડન્ટ્સ સાથે કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી શકે છે.