Cli

સિદ્ધાર્થ-કિયારાએ પુત્રીનું નામકરણ કર્યું; જન્મના 3 મહિના બાદ પહેલી ઝલક બતાવી!

Uncategorized

કિયારા અડવાણીએ જુલાઈમાં દીકરીને જન્મ આપ્યો હતો. હવે લગભગ 3 મહિના પછી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરીનું નામકરણ કરીને તેના નામની જાહેરાત કરી છે. આ કપલે દીકરીનું નામ સરાયાહ અડવાણી રાખ્યું છે.

દીકરીના નામની સત્તાવાર જાહેરાત કરતા સિદ્ધાર્થ-કિયારાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું છેઅમારા આશીર્વાદથી લઈને અમારા આલિંગન સુધી. અમારા દિવ્ય આશીર્વાદ, અમારી રાજકુમારી. સરાયાહ મલ્હોત્રા.

કપલના નામો સાથે છે દીકરીના નામનું ખાસ જોડાણદીકરીનું નામ સિદ્ધાર્થ અને કિયારાએ પોતાનું નામ જોડીને સરાયાહ રાખ્યું છે. અહીં સિદ્ધાર્થના નામમાંથી ‘સ’ અને કિયારાના નામમાંથી ‘રા યા’ લીધું છે.જુલાઈમાં કિયારાએ પુત્રીને જન્મ આપ્યો હતો.

કિયારા અડવાણીએ 16 જુલાઈએ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. સિદ્ધાર્થ અને કિયારાએ સોશિયલ મીડિયા દ્વારા તેની જાહેરાત કરતા લખ્યું હતું કે, અમારા હૃદય ખુશીઓથી ભરેલા છે અને અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે. અમને એક વહાલી પુત્રીના આશીર્વાદ મળ્યા છે. કિયારા અને સિદ્ધાર્થ.

કિયારા અડવાણીએ ફેબ્રુઆરી 2025માં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, અમારા જીવનની સૌથી મોટી ભેટ આવી રહી છે.

આ જાહેરાત સાથે કિયારાએ બરાબર એવી જ તસવીર શેર કરી હતી, જેવી તેણે દીકરીના નામની જાહેરાત સાથે કરી છે.એક નજર સિદ્ધાર્થ-કિયારાની લવ સ્ટોરી પરસિદ્ધાર્થ અને કિયારાની લવ સ્ટોરી ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર શરૂ થઈ હતી. સાથે કામ કરતાં કરતાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ફિલ્મ પૂરી થતાં બંને રિલેશનશિપમાં આવી ગયા. લાંબા સમય સુધી ડેટ કર્યા પછી આ કપલે 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ઇન્ટિમેટ વેડિંગ કરી હતી. જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *