આજે વહેલી સવારે સમયે વાપી થી રાજસ્થાન ના બલોત્રા તરફ જતી સિદ્ધપુર હાઈવે પર પ્રાઈવેટ લક્ઝરી બસનો ગંભીર અકસ્માત સર્જાયો હતો જેનાથી સમગ્ર પથંકમા અરેરાટી ફેલાઈ જવા પામી હતી સમગ્ર અહેવાલ મુજબ પ્રાઈવેટ લક્ઝરી બસમાં 40 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા એ વચ્ચે અચાનક જ પ્રાઇવેટ લક્ઝરી બસના ડ્રાઈવરે.
કોઈ કારણોસર પોતાના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા લક્ઝરી બસ પલટી મરી ગઈ હતી અને આ ઘટનામાં 20 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે ઘટનામાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક પાટણ સ્થિત ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં લોકોનો આબાદ રીતે બચાવ થયો હતો સવારે વહેલા 4 વાગ્યા ની.
આસપાસ આ અકસ્માત સર્જાયો હતો જેમાં સામાન્ય ઈજાગ્રસ્ત લોકોવે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં 108 ની મદદ થી પહોંચાડવામાં આવ્યા હતા અને આ ઘટના ના પગલે સિધ્ધપુર તાવડીયા ચાર રસ્તા ની આજુબાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ આ ઘટના ની જાણ થતાં પહોંચી હતી અને અને વાહન વ્યવહાર શરુ કરીને આ ઘટનાની વિગવાર માહીતી મેળવી ને તપાસ હાથ ધરી હતી.