ગુડ ન્યૂઝ – રોહિત સિંહા અને શીනා બાજપાજના ઘરે નાનકડા મહેમાનનું આગમન ટીવીના લોકપ્રિય કપલ રોહિત પુરોહિત અને શીના બાજપાજ હવે માતા-પિતા બની ગયા છે. લગ્નના 6 વર્ષ પછી બંનેએ પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. 32 વર્ષની ઉંમરે શીનાએ બેબી બોયને જન્મ આપ્યો છે.
બાળકના જન્મના થોડા કલાકોમાં જ બંનેએ પોતાના લાડલાની પહેલી ઝલક ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી.
ફોટોમાં નાનકડા બાળકના હાથ અને ચહેરાની ઝલક જોઈને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા.કપલે Instagram પર પોસ્ટ કરીને લખ્યું –”It’s a Boy. આપ સૌના પ્રેમ, સપોર્ટ અને આશીર્વાદ માટે ખૂબ આભાર.”સોશિયલ મીડિયામાં ફેન્સ અને સેલિબ્રિટી મિત્રો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.અભિનેતા અનિરુદ્ધ દવે સહિત અનેક લોકોએ કપલને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી.
થોડી યાદગાર વાતો –રોહિત અને શીનાની પહેલી મુલાકાત 2012માં ટીવી શો અર્જુનના સેટ પર થઈ હતી.પહેલા મિત્રતા, પછી પ્રેમ અને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 22 જાન્યુઆરી 2019એ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.અનેક મુશ્કેલીઓ બાદ આજે બંને પોતાના પ્રથમ સંતાનનું સ્વાગત કરીને ખુશીથી ભરાઈ ગયા છે. હાલ તો પુરોહિત પરિવાર નાનકડા રાજકુમારના આગમનથી ખુશીઓમાં ડૂબ્યો છે.