આ વખતે મન્નતમાં નહીં જોવા મળશે કિંગ ખાનનો દીદાર।આખરે ક્યાં ઉજવશે બાદશાહ પોતાનો બર્થડે બેશ?બોલીવૂડના કિંગ શાહરુખ ખાને પોતાના જન્મદિવસની ઉજવણીની ડેસ્ટિનેશન બદલી દીધી છે મન્નતમાં છવાશે શાંતિ, અને ફેન્સને નહીં મળશે એસઆરકેની સલામી
દર વર્ષે 2 નવેમ્બરે શાહરુખ ખાનનો જન્મદિવસ ધૂમધામથી ઉજવાય છે, પરંતુ આ વર્ષનો જન્મદિવસ ખાસ છે કારણ કે આ વખતે કિંગ ખાન 60 વર્ષના થવા જઈ રહ્યા છે.દર વર્ષે શાહરુખ પોતાના ઘરની બાલ્કનીમાંથી ફેન્સને હાથ હલાવી શુભેચ્છા આપે છે, પરંતુ આ વખતે મન્નતની બાલ્કની સૂની રહેશે કારણ કે આ વર્ષે બાદશાહ મુંબઇમાં નહીં પરંતુ અન્યત્ર જન્મદિવસ ઉજવશે.
રિપોર્ટ્સ મુજબ, મન્નતમાં હાલમાં રેનોવેશનનું કામ ચાલી રહ્યું છે, તેથી શાહરુખ અને ગૌરીએ નિર્ણય લીધો છે કે આ વખતનો 60મો જન્મદિવસ તેઓ મુંબઈની બહાર અલીબાગ ખાતે આવેલા પોતાના ફાર્મહાઉસમાં ઉજવશે।આ વર્ષે બાદશાહ પોતાનું જન્મદિવસ શાંત સમુદ્રકાંઠે, હરિયાળી વચ્ચે, પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવશે।અહેવાલો પ્રમાણે, શાહરુખના મન્નત બંગલામાં ચાલી રહેલા રેનોવેશનને કારણે આખું પરિવાર હાલ ભાડાના ઘરમાં રહે છે.
સાથે જ 60મો જન્મદિવસ એટલે મોટો પ્રસંગ હોવાથી અલીબાગમાં આ ઉજવણી ખૂબ ધામધૂમથી થવાની છે।એ પણ કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય ગાયક એનરિક ઇગ્લેસિયસ પણ શાહરુખના બર્થડે બેશમાં હાજરી આપી શકે છે.
આ વખતે બાદશાહનો જન્મદિવસ ફક્ત ઉજવણી નહીં પરંતુ ગ્રાન્ડ સેલિબ્રેશન બનવાનો છે.ખબર છે કે આ પ્રસંગે શાહરુખની આવનારી ફિલ્મ કિંગ અંગે કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે છે.હાલમાં શાહરુખ બોલીવૂડમાં ફરી ધડકન બનીને પાછા ફર્યા છે.
કિંગ સિવાય પણ તેમની ઘણી નવી ફિલ્મો ચર્ચામાં છે।તો આ વખતે 2 નવેમ્બરનો દિવસ અલગ રહેશે —જ્યાં મન્નતની બાલ્કની ખાલી રહેશે,ત્યાં અલીબાગની હવામાં બાદશાહની સ્મિત ગુંજશે.

 
	 
						 
						