શાહરુખ ખાનને લઈને અત્યારે એવી ખબર આવી રહી છેકે જેને સાંભળીને તમે ચોકી જશો શાહરુખ ખાન દુનિયાના સૌથી મોંઘા શહેર લોસ એંજલોસમાં એક સ્ટેડિયમ બનાવવા જઈ રહ્યા છે શાહરુખ પૂરું સ્ટેડીંમ ગ્રેટર લોસ એંજલોસમાં બનાવી રહ્યા છે અને એ વાતની જાહેરાત ખુદ શાહરૂખે જ કરી છે ન્યુઝ પોર્ટલ.
ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ શાહરુખની ક્રિકેટ ટીમે યુએસએ એમએલસી ટી ટવેન્ટી સાથે મળીને આ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે શાહરુખ તરફથી બયાન જાહેર કરતા કહેવામાં આવ્યું છેકે લોસ એંજલોસના એક મોટા ક્ષેત્રમાં એક વિશ્વક્ષેત્રીય સ્ટેડિયમ યોજના અમારા અને એમએલસી માટે ખુબજ રોમાંચક છે.
એમાં કોઈ શકે નથી કે દુનિયાના સૌથી મોટા શહેરમાં એક સ્ટેડિયમ બનાવવાથી ક્રિકેટ પર પરિવર્તનકારી પ્રભાવ પડશે અમેરિકામાં એમએનસી માં અમારું રોકાણ યુએસમાં ક્રિકેટ માટે ભવિષ્યમાં અમારા વિશ્વાસ પર આધારિત છે અત્યારે તો અમેરિકામાં પોતાની કોઈ ટિમ નથી એટલે લોકો પહેલાથીજ આ ખેલને સિરીયસ લેતા ન હતા.
પરંતુ અમેરિકામાં ક્રિકેટની લોકચાહના તેજથી વધી રહી છે એટલે શાહરૂખે સૌથી પહેલા એમાં હાથ નાખતા સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે સ્ટેડિયમમાં 10 હજાર લોકો બેસવાની ક્ષમતા હશે બાકી અન્ય સુવિધાઓથી ભરપૂર હશે હવે તમે સમજી શકો છોકે આ દુનિયાનું સૌથી મોંઘુ શહેર કહેવાય છે એટલે તેના પર કેટલા અરબો રૂપિયાનો ખર્ચો થશે.