અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ધોરણ 10 ના વિદ્યાર્થીના મૃત્યુ પર હવે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલના આચાર્ય ડોક્ટર જી ઇમાન્યુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રોબિન્સનને નવા આચાર્ય અને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે સ્કૂલે 18 જરૂરી દસ્તાવેજોમાંથી માત્ર 13 જેટલા જ દસ્તાવેજ રજૂ કર્યા છે અને સોમવાર સુધી બાકીના દસ્તાવેજો રજૂ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં ધોરણ 10 ના વિદ્યાર્થીના મૃત્યુ પર હવે હોબાળો મચી ગયો છે.
જેમાં સેવન ડે સ્કૂલ મેનેજમેન્ટની ખૂબ મોટી બેદરકારી સામે આવી છે. તો હવે આ ઘટનાના કારણે સ્કૂલના આચાર્ય ડોક્ટર જી ઇમાન્યુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે રોબિન્સનને નવા આચાર્ય અને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેવન ડે સ્કૂલની આ ઘટના પર પુણે સ્થિત સેવન ડે સ્કૂલના મેનેજમેન્ટમાંથી ત્રણ પ્રતિનિધિઓ અમદાવાદ આવ્યા હતા ને જેમણે ડીઓ સમક્ષ સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ડીઓએ તેમની સફાઈને નકારી કાઢી અને આચાર્ય ઇમાન્યુઅલ અને વહીવટીવાળા મયુરિકા પટેલ અને અન્ય જવાબદાર સ્ટાફની તાત્કાલિક બરતરફીનો આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે હવે રોબિન્સનની આચાર્ય અને ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી નાખી છે.ડીઓએ સેવન ડે સ્કૂલને અગાઉ નોટિસ ફટકારીને 15 થી વધારે દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો હતો પરંતુ સ્કૂલે માત્ર 13 દસ્તાવેજો રજૂ કર્યા હતા જેમાં ધોરણ 9 થી 12 ની મંજૂરી માઈનોરિટી સ્ટેટસનું પ્રમાણપત્ર શામેલ નથી.ડીઓએ ડીઓએ થોડાક સમય પહેલા 1લી સપ્ટેમ્બર 2025 સુધી બાકીના દસ્તાવેજો રજૂ કરવા અંતિમ નોટિસ જારી કરી છે નહીં તો એક તરફી કાર્યવાહીની ચેતવણી પણડીઓ દ્વારા ઉચારવામાં આવી છે.ડીઓ ડીઓ દ્વારા સેવન ડે સ્કૂલ પાસે પ્રમાણિત નકલ વર્ગ વધારા મેળવેલા હોય તેની પ્રમાણિત નકલ બોર્ડની એનઓસી શાળાનું બીયુ અને રજા ચિઠ્ઠી શાળાના મકાન અને મેદાનની માલિકી ભાડા કરારની નકલ બિલ્ડીંગનો માન્ય નકશો શાળાનું ટ્રસ્ટ શાળાના પીટીઆરની નકલ આઈસીએસસી બોર્ડના જોડાણની નકલ ફાયર એનઓસી ધોરણ વર્ગો મુજબ વિદ્યાર્થી સંખ્યા શિક્ષકોની લાયકાત સાથેની યાદી અને શિક્ષકોના પગારની વિગતો એકાઉન્ટ નંબર સાથે શાળા કેમ્પસમાં કાર્યરત કોલેજની માન્યતાના આધારો કોલેજની માન્યતા માટે ગુજરાત બોર્ડ તેમજ આઈસીએસસી પાસેથી
મેળવેલ એનઓસી કેમ્પસમાં ચાલતી કોલેજની પણ વિગતો માંગવામાં આવી છે. ખોખરાની સેવન ડે સ્કૂલની જમીનનો વાળા કરાર ત્વરીિત દૂર કરવા વાલીઓએ થોડાક સમય પહેલા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માંગ કરી હતી. ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદન પત્ર આપી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા વાલીઓએ આક્રોશ ઠાલવ્યો હતો. રજૂઆતો સાંભળી વાલીઓને પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ તરફથી તપાસનું રટણ કરીને માત્ર ખાતરી અપાઈ હતી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાય છે કે નહીં તેના પર સૌની નજર છે તો સેવન ડે સ્કૂલમાં આજે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે તેના લીધે
વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સેવન ડે સ્કૂલની આ ઘટના બાદ લગભગ 70 વાલીઓએ તેમના બાળકોના લીવિંગ સર્ટિફિકેટની માંગ કરી છે જેમાં મોટા ભાગની માંગ ધોરણછ થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી છે. સ્કૂલે હાલમાં ઓફલાઇન ક્લાસ બંધ કરીને ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.એ શાળામાં સુરક્ષા વધારવા બેક ચેકિંગ અને શાર્પ ઓબ્જેક્ટ પર પ્રતિબંધ જેવા પગલા લેવાની સૂચના પણ આપી છે. તો થોડાક સમય અગાઉ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ધક્કામુકી જેવી સામાન્ય બાબતે ઝગડો થતા ધારધાર વસ્તુથી હુમલો કર્યો હતો ને જેમાં એક
વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. જેનાથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની ગઈ હતી. સેવન ડે સ્કૂલમાં આજે ઘટના બની તેની તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શાળાના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે તેના કારણે હકીકત એ બહાર આવી છે કે પ્રથમ દ્રષ્ટિએ શાળાની ખૂબ મોટી બેદરકારી છે અને બીજી વસ્તુ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને એ પણ આવી હતી કે ઘાયલ વિદ્યાર્થી જ્યારે શાળાની અંદર આવ્યો ત્યારે તેને કોઈપણ તાત્કાલિક સારવાર કે મદદ શાળાના તંત્ર તરફથી નોતી મળી. આ ઉપરાંત સેવન ડે સ્કૂલના પ્રશાસન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે આખી ઘટનામાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. તો આ બાબતે તમારું શું માનવું છે