કરે કોઈ અને ભરે કોઈ.આ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે.હાલમાં આવી જ કઈ સ્થતિ થઈ રહી છે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓનીઓનલાઇન ગેમ દરમિયાન ભારતીય યુવકના પ્રેમમાં પડી ચાર બાળકો સાથે પાકિસ્તાન છોડી ભારત આવેલી સીમા હૈદર ને કારણે હાલમાં પાકિસ્તાનમાં વસતા હિન્દુઓની હાલત કફોડી બની છે.
પાકિસ્તાની ડાકુઓ તરફથી હિન્દુઓના મંદિર પર બોમ્બ ફેંકવાની ધમકી આપવામાં આવી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ડાકુનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પાકિસ્તાની સરકારને ધમકી આપતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં તે કહી રહ્યો છે કે અમારી સીમા ને અથવા બાળકોને પાકિસ્તાન મોકલો નહિ તો અમે મંદિરો પર બોમ્બ ફેંકીશું.તેને કહ્યું કે તેના સાથીઓને સૂચનાઓ આપવામાં આવી જ છે. જો કે વાત કરીએ પાકિસ્તાન સરકાર વિશે તો જ્ઞાનચાંદ અન્સારીનું કહેવું છે કે હિન્દુઓની સુરક્ષા વધારવામાં આવી છે.
સીમા અંગે હાલમાં કોઈ પૂરતી જાણકારી નથી તે પાકિસ્તાની છે કે નહિ તે અંગે ચોક્કસ સબૂત નથી પરંતુ આ મામલે હિન્દુઓનો વાંક નથી. જણાવી દઇએ કે હાલમાં હિન્દુઓના મંદિર,સત્સંગ બંધ કરાવવામાં આવ્યા છે.
જો કે ત્યાંના હિંદુઓની વાત કરીએ તો હિન્દુઓએ પણ આ અંગે નિંદા કરી છે.તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓનું અપહરણ કરી મુસ્લિમ બનાવવામાં આવે છે એ સમયે કોઈ વિરોધ નથી થતો.
તો મુસ્લિમ મહિલાને કારણે હિન્દુઓને તકલીફ કેમ ? ઉલ્લેખનિય છે કે આટલા વિવાદ બાદ પણ સીમા હૈદર પાકિસ્તાન જવા નથી ઈચ્છતી તેનું કહેવું છે કે તે આત્મહત્યા કરી લેશે પણ ત્યાં નહિ જાય.