Cli
પહેરવેશ જોઈ ને લોકો સમજી રહ્યા હતા કે ગામડા ની ગમાર છે, પરંતુ સચ્ચાઈ...

પહેરવેશ જોઈ ને લોકો સમજી રહ્યા હતા કે ગામડા ની ગમાર છે, પરંતુ સચ્ચાઈ…

Breaking

ઘણા બધા લોકો કપડા જોઈને લોકોનું અનુમાન લગાવતા હોય છે પરંતુ માત્ર કપડાંથી માણસનું અનુમાન ઘણીવાર ઉચીત હોતું નથી ઘણા માણસો સારી થી જીવન વ્યતિત કરવાનું પણ પસંદ કરતા હોય છે એવી જ રીતે સોશિયલ મીડિયા પર હાથમાં બાળક લઈને સાડી પહેરીને એક મહિલાની તસવીરો.

ખૂબ વાયરલ થઈ હતી લોકો તેને ગામડાની ગમાર સમજી રહ્યા હતા પરંતુ હકીકત ખૂબ અનોખી નીકડી આ મહિલાનું નામ સરોજ કુમારી છે અને તે ગુજરાતમાં આઇપીએસ ઓફિસર છે રાજસ્થાની સાડીમાં પારંપરિક પોશાકમાં તેને તસ્વીરો શેર કરીને પોતાના પહેલા બાળક ની ખુશી વ્યક્ત કરી હતી.

સરોજ કુમારીના ઘેર બે જુડવા બાળકનો જન્મ થયો છે સરોજ કુમારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ તસવીરો શેર કરતા જણાવ્યું હતું કે ભગવાનની કૃપાથી મારા ઘેર એક દીકરી અને એક દીકરાનો જુડવા જન્મ થયો છે પોતાના ગ્રામીણ પોશાકમાં તેમને આ તસવીરો શેર કરીને.

ખુશી વ્યક્ત કરી છે તેઓ આજે આઈપીએસ ઓફિસરની પદવી પર છે પરંતુ એ છતાં પણ ગામડાની પરિભાષા ભૂલી શકતા નથી મૂળ રાજસ્થાની સરોજ કુમારી ના લગ્ન દિલ્હીના જાણીતા ડોક્ટર મનોજ સૈનિ સાથે થયા છે સાલ 2019 માં ડોક્ટર મનોજ સૈનિ અને સરોજ કુમારી માં લગ્ન થયા છે.

તેઓ હવે માતાપિતા બન્યા છે સોશિયલ મીડિયા પર તેમની આ સામે આવેલી તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને એક દ્રષ્ટાંત આપી રહ્યા છે કે કોઈપણ પદવી પર પહોંચી જાઓ પરંતુ પોતાના સંસ્કાર ભુલવા ના જોઈએ મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *