બોલીવુડ અભિનેત્રી અને સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાનને તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર સ્પોટ થઈ હતી સારા અલી ખાન તેના ગ્લેમર લુક માં ખુબ જ સુંદર લાગી રહી હતી તેને ચાહકો ખૂબ જ પસંદ કરે છે કારણ કે તે ફેન્સને ઈગ્નોર કર્યા વિના દરેક સાથે સેલ્ફી આપે છે અભિનેત્રી સારા અલીખાને ફ્લાઈટમાં એવું કામ કર્યું કે લોકો.
એના વખાણ કરી રહ્યા છે એક વ્યક્તિએ એની જાણ વગર ઉતારેલો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે વીડિયોમાં જ્યારે સારા અલી ખાન ફ્લાઇટમાં પ્રવેશ કરેછે એ સમયે એક ફ્લાઈટ સ્ટાફ અટેન્ડન એમની સાથે સેલ્ફી લેવા કહેછે તો સારા અલી ખાન પણ આનાકાની કર્યા વિના અલગ અલગ પોઝમાં સેલ્ફી આપે છે.
પછી પોતાની સીટ તરફ આગળ વધે છે લોકોને સારા અલી ખાનનો આ વર્તાવ ખૂબ જ પસંદ આવ્યો છે યુઝરો આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા જણાવી રહ્યા છેકે એને સહેજ પણ અભિમાન નથી એ કેટલી પ્યારી છે એના વર્તન માં કેટલો આદર છે યુઝરો અને વિડીયો પર આવી સકારાત્મક કમેન્ટસ આપતા જોવા મળ્યા હતા.
છેલ્લા ઘણા દિવસોથી સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલના અફેરની ખબરો સામે આવી રહી છે એ વચ્ચે બંને દિલ્હી એરપોર્ટ અને ફ્લાઈટ માં પણ જોવા મળ્યા હતા તેમને ઘણી જગ્યાએ સાથે જોવામા આવે છે પણ આ બાબતે બંને મૌન છે બંને વચ્ચે શું ચાલી રહ્યુંછે એ એમને જાહેર કર્યું નથી.
અભિનેત્રી સારા અલીખાન આવનારા દિવસોમાં અભિનેતા વરુણ ધવન સાથે એમેઝોન પ્રાઈમ ફિલ્મ એ વતન મેરે વતન માં જોવા મળશે જે 1942 ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાની ની કહાની પર ફિલ્મ આધારિત છે જેમાં વરુણ અને સારા અલી ખાન એક સાથે જોવા મળશે.