આ દરિયો ગુજરાતના ખંભાતનો છે. દરિયાનું વધારે પડતું પાણી ખંભાત બાજુ ધસી આવ્યું છે તેથી દરિયાને કિનાર કિનારે ભેખડો પડતી જાય છે. વધારે પડતું પાણી ખંભાત તરફ આવી ગયું છે, અમારી જમીન ધસી રહી છે, મારું તો ખેતર જ ચાલ્યું ગયું છે…” – ખંભાતના લોકો આવું કહી રહ્યા છે.
દરિયાની વધી રહેલી સપાટીથી ખંભાતના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.અનેક ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને હવે તેમાં તેઓ પાક લઈ શકવા સક્ષમ નથી. આસપાસની જમીનોમાં પણ ખારાશ આવી ગઈ છે.લોકોનું કહેવું છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં અહીં ભારે વરસાદ પણ પડી રહ્યો છે.
જેમ દરિયાની સપાટીની આગળ વધવાની પ્રક્રિયાને ધોવાણ કહેવાય છે તેવી જ રીતે જ્યારે કોઈ વિસ્તારમાંથી દરિયો પાછળ જાય અને નવી જમીન જોવા મળે ત્યારે તે પ્રક્રીયાને એક્રિશન કહેવાય છે.ઇસરોના આ રીપોર્ટ પ્રમાણે ગુજરાતની દરિયાપટ્ટી પર 49.2 કિલોમીટર જેટલા વિસ્તારમાં એક્રિશન જોવા મળ્યું છે.જેમાં લગભગ 207.7 હેક્ટર જેટલી જમીન દરિયાથી બહાર આવી હોય તેવું જોવા મળ્યું છે.
નિષ્ણાતો મુજબ દરિયો આગળ આવે અને પાછળ જાય, જેના કારણે એક્રિશન જોવા મળે તે કુદરતની સામાન્ય પ્રક્રિયા છે, જો કે જળવાયુ પરિવર્તનને કારણે જ્યારે દરિયામાં પ્રદૂષણ વધે ત્યારે આ પ્રક્રિયામાં વધારો થાય છે.દરિયાનાં પાણીને રોકવા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે. જેમાં સૌથી મહત્ત્વની યોજના મેંગ્રૂવ્સના વાવેતરની છે. કાંઠીયાજાળ જેવા અનેક સ્થળોએ આ પ્રકારનું વાવેતર થઈ રહ્યું છે અને આગામી સમયમાં હજી વધારે વાવેતર કરવાનું સરકારનું આયોજન છે.વર્ષે 3.5થી 4 કિલોમીટરની ઝડપે દરિયો આગળ વધી રહ્યો છે. લોકો પર હવે કેવું સંકટ છે?
દરિયાની વધી રહેલી સપાટીથી ખંભાતના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂત ઝીણાભાઈ ગોહિલ શું કહે છે, ” દરિયો નજીક હોવાને કારણે ભરતી બહુ મોટી આવે છે અને એ ભરતીના કારણે ખેતર ખોદાય ખુદાઈ ને દરિયામાં જતું રહ્યું ”