Cli

૨૪ વર્ષની ઉંમરે કોઈ બાળક નથી હોતું. ભગતસિંહ આ ઉંમરે દેશ માટે શહીદ થયા-સમીર વાનખેડે

Uncategorized

એક કાર્યવાહી કરતા જ તમારી શર્ટ, પટ્ટો, જીન્સ, તમારો રહેણાંક, તમારી માતા, પિતા, તમારી જાતિ, તમારી પેરેન્ટલ મિલ્કત, તમારી બહેન, તમે કઈ ગાડીમાં આવો છો – બધું જ તપાસ હેઠળ આવી ગયું હતું. અને સાચું કહું તો એ બધું જ મારા માટે એક પ્રકારનું એજ્યુકેશન અને એન્ટરટેઇનમેન્ટ બની ગયું હતું. હું તો મૂવીઝ જોતો નથી, તો એ મારે માટે એન્ટરટેઇનમેન્ટ હતું. ખોટું કર્યું નથી, તો ખોટું સહન પણ નહીં કરું. “ક્લીન ચીટ” જેવી કોઈ વસ્તુ હોય જ નહીં, એવી કોઈ બાબત બની જ નથી.

મીડિયા એ જે ટેગલાઇન આપી કે “ક્લીન ચીટ મળી ગઈ” એ ખોટું છે.આ કેસમાં જે લોકો હતા, તેમની ઉમર 22 થી 30 વર્ષની વચ્ચેની હતી. 24-25 વર્ષના બાળકો નથી — એ ઉમરે શહીદ ભગતસિંહે દેશ માટે બલિદાન આપ્યું હતું. એટલે એ લોકો જવાબદાર હતા. હું તો આ કેસના આઉટકમ અને ઇન્વેસ્ટિગેશનના પરિણામની રાહ જોઈ રહ્યો છું. એ રોડસાઇડ ડાયલોગ જેવા લાગે છે, અને હું એ સ્તર સુધી પોતાને નીચે ઉતારવા માગતો નથી.મીડિયા એ ત્યારે ઘણા પ્રકારની વાતો કરી — કોઈ કહે કે “એવો ઓફિસર જોઈએ, બિંદાસ ઓફિસર”, તો કોઈ કહે “હાઇલાઇટ માટે કામ કરે છે”. પણ હું કહું છું કે ભારત આપણું રાષ્ટ્ર છે, ડેમોક્રેટિક રિપબ્લિક છે, દરેકને પોતાનો મત આપવાનો અધિકાર છે, અને હું એનો સન્માન કરું છું. બધાને ખુશ તો કરી શકું નહીં.

મને ફક્ત મારા કામનો, સરકારનો, આપણા બંધારણનો અને ભારત માતાનો વિચાર છે — બાકી મને કાંઈ ફરક નથી પડતો.2021ના ઑક્ટોબરમાં જ્યારે 2 ઑક્ટોબરની રાતે ખબર આવી કે એક સુપરસ્ટારનો પુત્ર NCB દ્વારા પકડાયો છે, ત્યારે હંગામો મચી ગયો હતો. રાત સુધી બધા જાણતા થઈ ગયા કે એ કોણ છે. જ્યારે એ રેડ થઈ રહી હતી ત્યારે મને ખબર હતી કે આ મોટું બનવાનું છે. પણ હું એ કેસ વિશે બોલી શકતો નથી, કારણ કે મેં માનનીય બૉમ્બે હાઈકોર્ટ સમક્ષ એ અંગે એફિડેવિટ આપ્યું છે કે હું કોઈ ટિપ્પણી નહીં કરું.પણ એટલું કહી શકું છું કે મારી નજરે બધા સમાન છે. કોઈ “બડું નામ” કે “પ્રભાવશાળી વ્યક્તિ” મારા માટે અર્થ ધરાવતું નથી. યુનિફોર્મમાં રહેલો અધિકારી ક્યારેય દબાણમાં આવતો નથી. પ્રેશર નામની વસ્તુ હું જાણતો પણ નથી.મારી વ્યક્તિગત જિંદગી પણ આ દરમ્યાન ટાર્ગેટ થઈ – મારી શર્ટ, જીન્સ, મારી લાઇફસ્ટાઇલ, મારી ફેમિલી, મારી બહેન, મારી ગાડી – બધું જ ચર્ચામાં હતું. લોકો મારા કામને બદલે મારા કપડાંના બ્રાન્ડ જોવા લાગ્યા. પણ એ મારે માટે ફક્ત મનોરંજન હતું.તે વખતે મારી પત્ની અને પિતા આગળ આવ્યા. હું સરકારી અધિકારી તરીકે બોલી શકતો નહોતો, પણ ખોટું કર્યું નહોતું, તો ખોટું લેશે પણ નહીં. મારા પરિવારએ આગળ આવીને લડત આપી અને ખૂબ જ સરસ રીતે આપી.જ્યારે પૂછાયું કે તમને ટ્રાન્સફર કેમ કરાયા,

FIR કેમ થઈ – ત્યારે હું એટલું જ કહી શકું કે એ પૂછવું તો તેમના પાસેથી જોઈએ. પણ 2024માં માનનીય દિલ્હી હાઈકોર્ટના બે આદેશો આવ્યા છે, જેમણે એ તપાસોને ગેરકાયદેસર ઠેરવી છે. એટલે એ ઇન્ક્વાયરીઝ હવે રદ થઈ ગઈ છે.કોર્ટની સ્વતંત્ર અને ઇમાનદાર ન્યાયપદ્ધતિને કારણે જ આજે સામાન્ય માણસ સન્માનપૂર્વક જીવી શકે છે.જે કેસની આપણે વાત કરીએ છીએ તેમાં સુપરસ્ટારના પુત્રને “ક્લીન ચીટ” મળી હોવાનું મીડિયા કહે છે, પણ કોર્ટએ આવું કંઈ આપ્યું નથી. એ શબ્દ તો મીડિયા દ્વારા બનાવાયો છે.જ્યારે પૂછાયું કે 24-25 વર્ષના યુવાઓનું ભવિષ્ય બગડતું નથી? ત્યારે સમીરે કહ્યું — આ ઉમરના લોકો બાળક નથી. 25 વર્ષની ઉમરે શહીદ ભગતસિંહે બલિદાન આપ્યું હતું. એટલે જવાબદારી લેવી જોઈએ.પછી મીડિયા એ દાવો કર્યો કે સમીર વાનખેડેએ શાહરૂખ ખાન પાસેથી પૈસા માગ્યા – 25 કરોડની ડીલ – પણ એ બધું ખોટું છે. “તેમને પૂછો”, એમ સમીરે કહ્યું. “હું આ બાબત પર કંઈ કહી શકતો નથી. ઈન્વેસ્ટિગેશન ચાલે છે.”બાદમાં સમીર વાનખેડેને પણ ટ્રાન્સફર કરાયા, પણ તેમણે એ નિર્ણય સામે કોર્ટમાં અરજી કરી છે. એ મામલો પણ હજુ સુનાવણીમાં છે.જ્યારે શાહરૂખની ફિલ્મ આવી અને તેમાં ડાયલોગ હતો – “બेटे को हाथ लगाने से पहले बाप से बात कर” –

ત્યારે સમીરે કહ્યું: “આ શબ્દો ખૂબ રોડસાઇડ લાગે છે. ભારતીય સંસ્કૃતિમાં આપણે પિતાને માટે આવા શબ્દો વાપરતા નથી. હું એટલો નીચો નથી બનતો કે એ ડાયલોગનો જવાબ આપું.”અને પછી જ્યારે આર્યન ખાનની “બેડ્સ ઓફ બોલીવુડ”માં NCB ઓફિસર પર સ્પૂફ બન્યો, ત્યારે સમીરે એની સામે દિલ્હી હાઈકોર્ટમાં બદનામીનો કેસ કર્યો છે. કોર્ટએ એમાં સમન્સ પણ ઈશ્યુ કર્યું છે.ઘણા લોકોએ કહ્યું કે નામ નહોતું, તો તમે તમારા પર કેમ લીધો? તો સમીરે કહ્યું કે એનો જવાબ કોર્ટમાં આપશે. કેટલાક PR પેજિસ ખોટી રીતે લખતા હતા કે કેસ ડિસમિસ થયો, જ્યારે કોર્ટએ ફક્ત સુધારાની મંજૂરી આપી હતી.સમીરે અંતમાં કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના કેસમાં પણ ઘણા એક્ટર્સ સામે કાર્યવાહી થઈ, પણ એ માત્ર બોલીવુડ સુધી મર્યાદિત નહોતું – 354થી વધુ લોકોની ધરપકડ થઈ, 124 કેસ, 2 ટન ડ્રગ્સ પકડાયા.તે કહ્યું – “જે લોકો કહે છે કે બોલીવુડને ટારગેટ કરાય છે, એ ફક્ત પોતાની ગ્લોરીફિકેશન છે. કાયદો સૌ માટે સમાન છે. ભલે કોઈનો ચહેરો મોટો હોય કે નાનો.”અને અંતે એમ કહ્યું – “જો તમારા આદર્શ ચરસી, ગાંજેડી કે નશેડી હશે, તો તમારી જિંદગી પણ નબળી રહેશે. જો તમારા આદર્શ છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ કે ડૉ. બીઆર અંબેડકર હશે, તો તમને દુનિયાની કોઈ શક્તિ રોકી નહીં શકે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *