હાલમાં જ સાઉથ ફિલ્મોની જાણીતી જોડી સમન્થા અને નાગા ચૈતન્ય ના અલગ થવાની ખબર સામે આવી હતી જે બાદ આ બંનેના અલગ થવા પાછળ અનેક કારણો જણાવવામાં આવી રહ્યા હતા ક્યાંક કહેવાય રહ્યું હતું કે નાગા ચૈતન્યના પરિવારને સમન્થાનું ફિલ્મોમાં કામ કરવું પસંદ ન હતું જેને કારણે બંને વચ્ચે મુશ્કેલી વધી હતી ક્યારેક એમ પણ સાંભળવા મળ્યું કે સમન્થા હાલમાં બાળક માટે તૈયાર ન હતી.
જેને લઇને બંનેના સંબંધમાં તિરાડ પડી હતી તો એક ખબર એવી પણ આવી કે સમન્થાના કોઈ બીજા વ્યક્તિ સાથે સંબંધ હતા જેને લઇને આ લોકપ્રિય જોડી અલગ થઈ ગઈ ત્યારે હાલમાં એ વ્યક્તિ સામે આવી છે જેની સાથે સમન્થાના સંબંધ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આ વ્યકિતનું નામ પ્રતીક ચૂકલેકર છે.
પોતાનું નામ સમન્થા સાથે ઘણાં દિવસોથી જોડાઈ રહ્યું હોવાથી હાલમાં પ્રતીકે આ આરોપ અંગે પોતાની સફાઈ આપી છે તેમને કહ્યું છે કે તેઓ ઘણાં વર્ષોથી સમન્થાના મેકઅપ આર્ટિસ્ટ તરીકે તેની સાથે કામ કરે છે અને તેમની વચ્ચે ભાઈબહેન જેવા સંબંધ છે તેઓ સમન્થાને બહેન માને છે અને આ વાત સમન્થાના પતિ નાગા ચૈતન્ય પણ જાણે છે.
જો કે પ્રતીકે પોતાની નારાજગી દર્શાવતા કહ્યું હતું કે નાગા ચૈતન્ય એકવાર પણ આ અફવાઓને રોકવાનો પ્રયત્ન ન કર્યો એ વાતનું તેમને દુઃખ છે જો નાગા ચૈતન્ય ઇચ્છતા તો આ અફવાઓને રોકી શકતા હતા પ્રતીક ચુકલેકરે જણાવ્યું કે સમન્થા અને તેના સંબંધો અંગે ઉઠેલી અફવાઓને કારણે લોકો સોશીયલ મીડિયામાં તેને ખરાબ મેસેજ કરીને હેરાન કરી રહ્યા છે જેના કારણે તે માનસિક તાણ અનુભવી રહ્યા છે.