સુપરસ્ટાર સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચે થયેલો ઝઘડો તો તમે સૌ જાણો જ છો. ઐશ્વર્યા સાથેની નજીકતાની ખબર બાદ સલમાન ખાને વિવેક ઓબેરોયને ઘણી ખરી ખોટી સંભળાવી હતી. ત્યારબાદ વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાન ખાનને એક્સપોઝ કરવાની કોશિશ કરી હતી અને તેમની સાથે દુશ્મની મોલ લી હતી.
સલમાન ખાન ત્યારથી આજ સુધી તેમને માફ કરી શક્યા નથી. જ્યારે વિવેકે અનેક વખત તેમની પાસે માફી માંગવાની કોશિશ કરી છે.પરંતુ શું તમે જાણો છો કે આ દુશ્મની બાદ વિવેક ઓબેરોય અને તેમના પરિવારને કયા કયા સંજોગોનો સામનો કરવો પડ્યો હતો.
વિવેકે પોતે પોતાના માતા પિતા અને બહેનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને એવું કંઈક કહ્યું હતું જે આજે પણ ચર્ચામાં રહે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વિવેક ઓબેરોયે આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું કે સલમાન સાથેના ઝઘડા પછી તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને જોતા જ જોતા તેઓ ડિપ્રેશનમાં જઈ પહોંચ્યા હતા.
મારી સાથે શું થઈ રહ્યું હતું એ પણ મને સમજાતું નહોતું.સલમાન ખાન સાથેના ઝઘડા બાદ મને અંડરવર્લ્ડ તરફથી ફોન આવવા લાગ્યા હતા અને તે લોકો મારા પેરેન્ટ્સને ધમકીઓ આપતા હતા. રાત્રે ઊંઘ આવતી નહોતી અને એવું લાગતું હતું કે ક્યાંક મારી બહેનને કંઈ થઈ ન જાય. મને એ પણ સમજાતું નહોતું કે આ મામલો કેટલો આગળ જશે.
સૌ જાણે છે કે આ ઝઘડા બાદ વિવેક ઓબેરોયનો કરિયર લગભગ ખતમ થઈ ગયો હતો અને કોઈ તેમની સાથે કામ કરવા તૈયાર નહોતું. જોકે વિવેકે આ પણ કહ્યું હતું કે મને નથી લાગતું કે સલમાન ખાન કોઈને કામ ન કરવા કહે છે. પરંતુ લોકો પોતે જ કામ કરતા નથી કારણ કે તેઓ સલમાન ખાન સાથે પોતાનો સંબંધ બગાડવા માંગતા નથી.