સલમાન ખાને કેટલાક દિવસો પહેલા એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 40 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યુંછે આ જગ્યા કોઈ આલતું ફાલતુ કે યંગસ્ટર માટે નહીં છોડું તમારે પણ સ્ટાર બનવું હોય તો આવો અને મહેનત કરો અને હવે સલમાન ખાન પોતાની ફેમિલીમાંથી એક નવો સ્ટાર ઉભો કરવાની તૈયારીમાં છે.
એમના જીજા આયુષને તો ફિલ્મમાં કામ આપીજ દીધું છે પરંતુ આવતા મહિનામાં સલમાન એક વધુ પોતાની ફેમિલીમાંથી ઈન્ડસ્ટ્રીઝમાંથી ઉતારવાની તૈયારીમાં છે જેને લઈને જાહેરાત ખાન ફેમિલી કરશે આ બીજું કોઈ નથી પરંતુ સલમાન ખાનની ભાણી છે જેનું નામ અલિઝી છે જેઓ સલમાનની મોટી બહેન અલ્વીરાની પુત્રી છે.
સલમાનની બહેન અલવીરા જેમને અતુલ સાથે લગ્ન કર્યા તેઓ ખુદ ફિલ્મ એક્ટર રહી ચુક્યા છે એમની પુત્રી અલીઝી છેલ્લા બે વર્ષથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં આવવાની તૈયારી કરી રહી છે જેમને સરોજ ખાન જોડે ડાન્સ શીખ્યો છે અને એકટિંગ કોર્ષ પણ કર્યો છે અને ફોટોશૂટ પણ ઘણી વાર કરીને સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે.
હવે કહેવાઈ રહ્યું છેકે અલીઝીને લઈને સલમાને પ્રોજેક્ટ પણ તૈયાર કર્યો છે અને સલમાન પર્શનલ આ પ્રોજેક્ટનું જોઈ રહ્યા છે એક રિપોર્ટ મુજબ સની દેઓલન નાનો પુત્ર રાજવીર સલમાનની ભાણી જોડે ડેબ્યુ કરશે આ પ્રકારનો રિપોર્ટ આવ્યો હતો પરંતુ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ હવે સલમાનની ભાણી અલીઝી બોલીવુડમાં ડેબ્યુ કરશે.