લૂલિયા વંતૂર માત્ર સલમાન ખાન સાથે જ નહીં પરંતુ તેમના પરિવાર સાથે પણ ખુબ જ નજીક છે. સલમાન અને યૂલિયા વચ્ચેની મિત્રતા કોઈથી છૂપી નથી. પરંતુ તેમના સંબંધની હકીકત શું છે એ સામાન્ય લોકો કે ચાહકોને ખબર નથી. છતાં પણ બંનેના સંબંધોની ચર્ચા ઘણી વાર થતી રહે છે.યૂલિયા વંતૂર સલમાન ખાન કરતાં આશરે 15 વર્ષ નાની છે અને તે રોમાનિયાની રહેવાસી છે. તેમનો જન્મ 24 જુલાઈ, 1980ના રોજ રોમાનિયામાં એક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. યૂલિયા અને સલમાનની પ્રથમ મુલાકાત વર્ષ 2010માં આયર્લૅન્ડની રાજધાની ડબ્લિનમાં થઈ હતી.
એક ઇન્ટરવ્યુ દરમિયાન યૂલિયાએ સલમાનને પોતાનો સારો મિત્ર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “સલમાન ખાન મારા સારા મિત્ર છે. તેમણે મને માર્ગદર્શન આપ્યું અને ગીત ગાવા માટે હિંમત આપી.”યૂલિયાએ અનેક ગીતો ગાયા છે જેમ કે એવરી નાઇટ એન્ડ ડે, સિટી માર, સેલ્ફિશ પાર્ટી ચલે ઓન અને લગ જા ગલે.
તાજેતરમાં યૂલિયા ગણેશોત્સવ દરમિયાન સલમાન ખાનના પરિવાર સાથે જોવા મળી હતી.તે ઉપરાંત 2024માં સલમાન ખાનના જન્મદિવસે પણ બંનેને સાથે જોવામાં આવ્યા હતા. યૂલિયાએ પોતાના પિતાની મુલાકાત સલમાન ખાન સાથે પણ કરાવી હતી.સલમાન વિશે વાત કરતા યૂલિયાએ કહ્યું હતું કે “દરેક માટે ભાવનાત્મક સહારો ખૂબ જ જરૂરી છે. અને એવો કોઈ વ્યક્તિ જે તમારી અવાજ પર વિશ્વાસ રાખે તે જીવનમાં મહત્વનો છે. સલમાન ખાન એવા વ્યક્તિ છે જેઓએ મારા ટેલેન્ટ પર વિશ્વાસ રાખ્યો.”શાદીની અફવાઓ વિશે યૂલિયાએ કહ્યું હતું કે “હું પણ આ અફવાઓ વિશે સાંભળ્યું છે, પણ હું લોકોને વાર્તાઓ બનાવવાથી રોકી શકતી નથી.”