Cli

ન અમેરિકા, ન લંડન… નવા વર્ષની ઉજવણી માટે સલમાન ખાન કેમ પહોંચ્યા જામનગર?

Uncategorized

ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાલી થયું. બોરિયા બિસ્તર સાથે ખાન પરિવાર મુંબઈ છોડીને રવાના થયો. જામનગરમાં આખુંનું આખું ખાન ખાનદાન ભેગું થયું. ગર્લફ્રેન્ડ સાથે જશ્ન મનાવવા પહોંચ્યા સલમાન. સાથે ભાણેજા, ભાણી, બહેન અને જીજા પણ નજરે પડ્યા. ન અમેરિકા, ન લંડન, ન દુબઈ, તો પછી જામનગર જ કેમ પસંદ કર્યું ભાઈજાને?

૩૧ ડિસેમ્બર અને આ શહેર સાથે શું છે ખાસ કનેક્શન?જૂનુ વર્ષ પૂરૂં થવા આવ્યું છે અને નવું વર્ષ આવવાની તૈયારીઓ ચારે તરફ જોવા મળી રહી છે. બોલિવુડનો અડધાથી વધુ હિસ્સો શહેર ખાલી કરી ચૂક્યો છે. કોઈ ન્યૂયોર્ક ગયો છે, કોઈ લંડન, કોઈ સ્વિટ્ઝરલેન્ડ તો કોઈ માલદીવ અને કોઈ દુબઈ. પરંતુ ખાન પરિવારએ નવા વર્ષની ઉજવણી માટે ગુજરાતના જામનગરને પસંદ કર્યું છે.પનવેલમાં સલમાન ખાનનો ૬૦મો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો હતો.

ત્રણ દિવસ ચાલેલા આ જશ્ન બાદ સલમાને મુંબઈ છોડીને જામનગર જવાનો નિર્ણય લીધો. મંગળવાર ૩૦ ડિસેમ્બરે ભાઈજાન મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટ પર સ્પોટ થયા. પરંતુ એકલા નહીં, તેમની સાથે તેમની ર્યુમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર પણ હતી. યુલિયા સાથે તેમની નાની બહેન અર્પિતા ખાન, જીજા આયુષ શર્મા, ભાણેજ નિર્વાણ ખાન અને ભાણી અલિઝે પણ જોવા મળ્યા.પરિવાર અને મિત્રો સાથે સલમાન જામનગર પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર તેમનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો. ટાઈગરની એક ઝલક મેળવવા ફેન્સ બેકાબૂ બન્યા.

પરંતુ એક સવાલ સૌ કોઈના મનમાં હતો કે આખરે જામનગર જ કેમ?આ પ્રશ્નનો જવાબ છે અંબાણી પરિવાર. રિપોર્ટ્સ મુજબ નીતા અને મુકેશ અંબાણીએ આ વર્ષે નવા વર્ષની ઉજવણી પોતાના હોમટાઉન જામનગરમાં કરવાનો નિર્ણય લીધો છે. અને જ્યાં અંબાણીઓનું જશ્ન હોય ત્યાં બોલિવુડ સ્ટાર્સ વગર મજા કેવી રીતે આવે? કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારના આમંત્રણ પર જ સલમાન ખાને પણ આ વર્ષે નવા વર્ષની ઉજવણી જામનગરમાં કરવાનો નિર્ણય લીધો છે.સલમાન ખાન અંબાણી પરિવારના ખૂબ નજીકના મિત્ર છે. અંબાણી પરિવારના દરેક મોટા ફંક્શનમાં સલમાન હાજર રહે છે. ગયા વર્ષે જ્યારે અનંત અને રાધિકાના સંગીતનો કાર્યક્રમ જામનગરમાં યોજાયો હતો ત્યારે સલમાને ત્યાં જોરદાર ડાન્સ કરી મહેફિલ લૂંટી હતી.

શાહરુખ અને આમિર સાથે તેમણે સ્ટેજ પર ધમાલ મચાવી હતી. એટલું જ નહીં, ગયા વર્ષે સલમાને પોતાનો ૫૯મો જન્મદિવસ પણ જામનગરમાં જ ઉજવ્યો હતો. આ પ્રસંગે અંબાણી પરિવારે સલમાનના બર્થડેને ખાસ બનાવવા કોઈ કસર છોડી નહોતી.આ વખતે પણ માત્ર સલમાન જ નહીં પરંતુ અનેક ફિલ્મ અને રમત જગતના સેલેબ્સ અંબાણી પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા જામનગર પહોંચ્યા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની લાડકી રાહા સાથે જામનગર આવી ચૂક્યા છે. રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા અને બંને બાળકો સાથે ત્યાં હાજર છે. ટીમ ઈન્ડિયાના ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા. શિલ્પા શેટ્ટી પણ પોતાના પરિવાર સાથે જામનગરમાં ડેરો નાખી ચૂકી છે. આ સિવાય અર્જુન કપૂર, ખુશી કપૂર, વેદાંગ રૈના, વીર પહાડિયા, તારા સુતારિયા સહિત અનેક સેલેબ્સ નવા વર્ષની ઉજવણી માટે જામનગરમાં હાજર છે.બ્યુરો રિપોર્ટ E2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *