ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની પ્રેમ કહાનીના કિસ્સાઓ આજે પણ મશહૂર છે. જો કે એવું કહેવાય છે કે સલમાન ખાન પોતે જ તેની પ્રેમ કહાનીનો વિલેન બની ગયો હતો. સલમાન ખાન ઐશ્વર્યા રાયને અપાર પ્રેમ કરતો હતો. પરંતુ એવું તો શું થયું કે બંને અલગ થઇ ગયા?
સલમાન ખાન અને એશ્વર્યા રાયના સંબંધનો અંત ખુબ જ ખરાબ હાલતમાં થયો હતો. બ્રેકઅપ બાદ તેઓએ ન તો ક્યારેય સાથે કામ કર્યું ન તો સાથે જોવા મળ્યા. એવું તો શું થયું બંને વચ્ચે કે તેમના સંબંધો આટલા ખરાબ રહ્યા? મહત્વનું છે કે, ઐશ્વર્યા રાયે સલમાન ખાન પર શોષણથી લઇને મારપીટનો આરોપ લગાવ્યા હતો.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સુપરહિટ હમ દિલ દે ચુકે સનમના શૂટિંગ દરમિયાન એકબીજાની નિકટ આવ્યા હતા. આ પછી તે બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું. બંને બે વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર, સલમાન ખાનનો એક મિત્ર એશ્વર્યા રાયને ભાભીને કહીને બોલાવા લાગ્યો હતો. જો કે મેગેઝીનમાં છપાયેલા સમાચારો પ્રમાણે ઐશ્વર્યા રાયના માતા-પિતાને સલમાન ખાન બિલકુલ પસંદ ન હતા અને તેમના સંબંધોને લઇને ખુશ ન હતા. જેને પગલે ઐશ્વર્યા રાયના માતા-પિતાએ તેને સલમાન ખાનથી દુર રહેવા કહ્યું હતું, પરંતુ એશ્વર્યા તે મંજૂર ન હતુ અને તે નારાજ થઇને મુંબઇ રવાના થઇ ગઇ. ત્યાં તે એકલી રહેવા લાગી હતી.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી સારી રીતે ચાલી રહી હતી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે બંને વચ્ચે બધુ ખરાબ થઇ ગયું. વર્ષ 2001માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું અને તેમના રસ્તા કાયમ માટે જુદાં થઇ ગયા.મીડિયા અહેવાલ પ્રમાણે, સલમાન ખાન એક રાતે અચાનક નશામાં ધૂત થઇને ઐશ્વર્યા રાયના ઘરે પહોંચી ગયો હતો. સલમાન ખાનની આવી હાલત જોઇને ઐશ્વર્યા રાય ડરી ગઇ. તેથી તેને દરવાજો ન ખોલ્યો. જેને પગલે સલમાન ખાને 19મા માળેથી છલાંગ મારવાની ધમકી આપી હતી અને રાત્રે 3 વાગ્યા સુધી ઐશ્વર્યા રાયના ઘરનો દરવાજો જોરથી પીટતો રહ્યો. તેથી તેના હાથમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઐશ્વર્યા રાયે સવારે 6 વાગ્યે ઘરનો દરવાજો ખોલ્યો.
જ્યારે એશ્વર્યા પોતાની આજાદી અને પર્સનલ સ્પેસને મહત્વ આપતી હતી – અને એ જ સ્વભાવમાં રહેલો ફરક તેમની વચ્ચેના વિયોગનું મુખ્ય કારણ બન્યો.પરંતુ શું તમે જાણો છો કે બ્રેકઅપ પછી પણ એશ્વર્યા રાયે પ્રેમનો સંબંધ દિલથી નિભાવ્યો હતો?હાલમાં એડ ગુરુ પ્રહલાદ કક્કડે એક ઇન્ટરવ્યુમાં એશ્વર્યા અને સલમાનના સંબંધ અને વિયોગ અંગે ઘણા ખુલાસા કર્યા છે.તેમણે જણાવ્યું કે એશ્વર્યા રાયને મીડિયા સાથે વાત કરવી ગમતી હતી,પરંતુ સલમાન સાથેના સંબંધમાં તણાવ આવ્યા બાદ તેમણે ક્યારેય જાહેરમાં એક શબ્દ પણ બોલ્યો નહીં –
આ જ તેમની સાચી શાલીનતા છે.પ્રહલાદ કક્કડના જણાવ્યા મુજબ, એશ્વર્યાએ પોતાની વ્યક્તિગત જિંદગીને વિવાદોથી દૂર રાખી,જ્યારે ઘણા લોકો તેમની ચૂપ્પીથી અસ્વસ્થ થઈ તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હતા.પણ એશ્વર્યાએ હંમેશાં સૌમ્યતા અને આત્મસયમ જાળવ્યો.લોકો ઈચ્છતા હતા કે એશ્વર્યા ગુસ્સે થઈને બોલે,પરંતુ તેમણે ક્યારેય એવું ન કર્યું.તેમણે સલમાન સાથેના સંબંધ વિશે મીડિયા સામે ક્યારેય ન બોલવાનું પસંદ કર્યું —અને કદાચ એ જ તેમની અંદર રહેલો પ્રેમ હતો,જે આજે પણ લોકોના દિલમાં જીવંત છે.