સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધ અંગે એક વધુ ખુલાસો — મ્યુઝિક કમ્પોઝર સ્માઈલ દરબારના વિવાદાસ્પદ નિવેદનથી ફરી જૂના ઘા તાજા થઈ ગયા. ઘણા વર્ષો પહેલાં સમાપ્ત થયેલું ઐશ્વર્યા અને સલમાનનું સંબંધ હવે ફરી ચર્ચામાં છે.
સ્માઈલ દરબારના શબ્દોમાં — “સલમાનને મોટો ધોકો મળ્યો હતો, અને એક ભૂલના કારણે તેમના સંબંધમાં તિરાડ પડી ગઈ હતી.”બોલીવૂડના આઇકોનિક ભૂતપૂર્વ પ્રેમી-પ્રેમિકા, સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન, ફરી એકવાર ચર્ચાના કેન્દ્ર બની ગયા છે. મ્યુઝિક કમ્પોઝર સ્માઈલ દરબારએ કહ્યું કે, “બંને ખૂબ નજીક હતા.” આ નિવેદન પછી બંનેના જૂના સંબંધની ચર્ચા ફરી ગરમાઈ ગઈ છે. તેમના બ્રેકઅપને 25 વર્ષ વીતી ગયા — આ દરમિયાન દેશમાં પાંચ સરકારો બદલાઈ ગઈ, પરંતુ તેમનો આ વિવાદાસ્પદ પ્રેમ સંબંધ આજે પણ લોકોની ચર્ચાનો વિષય છે
.ફિલ્મમેકર પ્રહલાદ કક્કડ, ગીતકાર સમીર અંજાન બાદ હવે સ્માઈલ દરબારે પણ પોતાના મત વ્યક્ત કર્યા છે. સ્માઈલ દરબારે ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું હતું — અને એ જ ફિલ્મના સેટ પર સલમાન અને ઐશ્વર્યાની લવ સ્ટોરી શરૂ થઈ હતી, જેનો અંત ખુબ જ વિવાદાસ્પદ રીતે થયો હતો. ફિલ્મના સંગીતકાર તરીકે સ્માઈલ દરબાર ત્યાં હાજર હતા અને પ્રેમકથાના સાક્ષી બન્યા હતા.
જ્યારે તેમને સલમાન–ઐશ્વર્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું:“તેમના ઝઘડાની વાતો મીડિયામાં છવાઈ રહેતી હતી. અમને ખરાબ લાગતું હતું, કારણ કે તેઓ એટલા સારા લોકો હતા કે ઝઘડવા જેવાં નહોતા. પરંતુ આ બધું હવે ભૂતકાળ છે. સલમાન એટલા સમજદાર છે કે હવે આ વિષય પર ક્યારેય વાત કરતા નથી. બંને પોતાની પોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે.”આ પહેલાં ગીતકાર સમીર અંજાનએ ખુલાસો કર્યો હતો કે સલમાન “તેરે નામ” ફિલ્મનું ગીત સાંભળીને વારંવાર ઐશ્વર્યાની યાદમાં રડી પડતા હતા. એ ગીત તેમને તેમના પ્રેમ અને બ્રેકઅપની યાદ અપાવતું હતું.ફિલ્મમેકર પ્રહલાદ કક્કડએ પણ કહ્યું હતું કે,
સલમાન અને ઐશ્વર્યાનો બ્રેકઅપ થયા પછી ઐશ્વર્યા ખુબ તૂટી ગઈ હતી. તેમને સૌથી વધારે દુખ એ વાતનું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકોને સલમાનનો સાથ આપ્યો અને તેમને એકલા પાડી દીધા. પ્રહલાદ કક્કડે આરોપ લગાવ્યો હતો કે સલમાન ઐશ્વર્યાની સાથે ઘણી વાર ઉગ્ર અને શારીરિક રીતે હિંસક વર્તન કરતા અને તેમના ઘરની બહાર ઝગડો કરતા, જેના કારણે પરિવાર ખુબ પરેશાન રહેતો.હાલની સ્થિતિની વાત કરીએ તો ઐશ્વર્યા રાય હવે અભિષેક બચ્ચન સાથે ખુશ લગ્નજીવન જીવી રહી છે, અને તેમની એક પુત્રી છે — આરાધ્યા.જ્યારે સલમાન ખાનના અનેક સંબંધો થયા, છતાં આજે પણ તેઓ અપરિણીત છે અને સિંગલ જીવન જીવી રહ્યા છે.