Cli

ખાન પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ, સલીમ ખાનને બ્રેઈન સ્ટ્રોક આવ્યો, ICUમાં દાખલ!

Uncategorized

હિન્દી સિનેમાના પ્રખ્યાત લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. PTIના જણાવ્યા અનુસાર, તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. પિતાની તબિયતના સમાચાર મળતાં જ સલમાન ખાન હોસ્પિટલ પહોંચ્યો હતો.

તેમની બગડતી તબિયતને કારણે ચાહકોમાં ભારે ચિંતા ફેલાઈ છે અને તેઓ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે, જોકે સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.

1960ના દાયકામાં થઈ હતી કરિયરની શરૂઆત સલીમ ખાનનો જન્મ 24 નવેમ્બર, 1935ના રોજ થયો હતો અને તેઓ હાલ 90 વર્ષના છે. તેમને હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત પટકથા લેખકોમાંના એક ગણવામાં આવે છે.સલીમ ખાને તેમની કારકિર્દીની શરૂઆત એક્ટર તરીકે કરી હતી.

તેમણે 1960ના દાયકામાં ફિલ્મ ‘બારાત’થી શરૂઆત કરી, પરંતુ તેમને મર્યાદિત અને નાની ભૂમિકાઓ મળી હતી. લગભગ બે ડઝન ફિલ્મોમાં કામ કર્યા પછી, તેમને સમજાયું કે એક્ટિંગ તેમની સાચી શક્તિ નથી. ત્યાર બાદ તેઓ લેખન તરફ વળ્યા અને પટકથા લેખનમાં પ્રવેશ કર્યો. જાવેદ અખ્તર સાથે તેમની પ્રખ્યાત સલીમ-જાવેદ જોડીએ ઘણી કલ્ટ ક્લાસિક ફિલ્મો આપી, જેમાં ‘શોલે’, ‘દીવાર’, ‘ઝંઝીર’ અને ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *