ભારતીય ક્રિકેટ ઇતિહાસના જામનગરના મહાન ખેલાડી સલીમ દુરાનીના પત્ની હોવાનો દાવો કરતી મહિલા રેખા શ્રીવાસ્તવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ પોતાની ઓળખ રેખા શ્રીવાસ્તવ હોવાની ઓળખ આપનારી મહિલા રેલવે સ્ટેશન પરથી દયનીય હાલતમાં મળી આવી હતી, ફાંકડું અંગ્રેજી બોલતી આ મહિલાને જોઈને એક વ્યક્તિને આશ્ચર્ય થયું હતું અને તે પછી તેમની પાસેથી તેમની ઓળખ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પોતે દુબઈમાં એરલાઈન્સ ચલાવતા હોવાની માહિતી આપીને મહાન ક્રિકેટર સલીમ દુરાનીના પત્ની હોવાનું જણાવ્યું હતું.
મુંબઈની એક સેવાભાવી સંસ્થા દ્વારા તેમને આસરો આપવામાં આવ્યો અને તે જગ્યા પર તેમણે આ અંગે ખુલાસો કર્યો હોવાની વીડિયો સામે આવ્યો છે. બનાવ કંઈક એવો છે કે, નવી મુંબઈના બેલાપુર મેટ્રો સ્ટેશનની બહાર એક વ્યક્તિએ એક વૃદ્ધ મહિલાને ભીખ માંગતી જોઈ હતી. તેના હાવભાવ અને દેખાવ જોઈને તેણે તેમની સાથે વાતચીત શરૂ કરી, ત્યારે તેને આશ્ચર્ય થયું કે મહિલા કડકડાટ અંગ્રેજી બોલતી હતી. આથી ચિંતિત થઈ તેણે પોલીસ અને એક ચેરિટી સંસ્થાનો સંપર્ક કર્યો. મહિલાએ પોતાની ઓળખ અને જીવન વિશે જે ખુલાસા કર્યા, તે સાંભળીને બધા ચોંકી ઉઠ્યા હતા.
નામ શું છે? રેખા.રેખા ક્યાંના રહેવાસી છો? બોમ્બે.બોમ્બેના જ. શરૂઆતથી જ બોમ્બેના.અર્થાત જન્મ બોમ્બેમાં થયો કે બીજે ક્યાંક? બોમ્બે. બોમ્બેમાં જ.તો તમારા પરિવારનો કોઈ બોમ્બેમાં છે?હા, છે.પછી વચ્ચે થોડો સમય બહાર ગયા હતા.ક્યાં?
દુબઈ.દુબઈ ગયા હતા.તો તમારા પરિવારના કોઈ સભ્ય અહીં છે?હા, મારા પિતા, બહેન, બધા અહીં જ છે. ભાઈ પણ છે.હમણાં સુધી તમે ક્યાં રહેતા હતા?હમણાં અંધેરી સાઈડમાં ઘર લીધું હતું. પછી શું થયું ખબર નથી, ત્યાંથી નીકળી ગયા.તો તમને અહીં ક્યાં મળ્યા?બેલાપુર રેલવે સ્ટેશન પાસે.ત્યાં શું કરવા આવ્યા હતા?
મને કશું યાદ નથી.ભૂલી જાઓ છો?હા, યાદ નથી આવતું.તમને કેટલા બાળકો છે?એક દીકરો, એક દીકરી.દીકરીનું નામ?સરિતા.દીકરાનું નામ?વેંકટ.તમે સાઉથ ઈન્ડિયન છો?હા.દીકરો તિરુપતિ બાલાજીનો છે.દીકરી ક્યાં રહે છે?બોમ્બેમાં. તે ટીચર છે. હમણાં બે મહિના માટે દિલ્હી ગઈ છે.તેના દીકરો તાજ હોટલમાં મેનેજર છે.તમારે કોઈ કોન્ટેક્ટ નંબર છે?છે, પણ તે મારી સાથે વાત નથી કરતી.કેમ?ખબર નથી, ગુસ્સે છે.તમે ક્યાં મળ્યા હતા?
બેલાપુર મેટ્રો સ્ટેશન પાસે.તમે અચાનક મળ્યા હતા?હા, બાઈક પાસે ઊભા હતા.તમને લાગે છે તમે ભટકી ગયા છો. આ બેલાપુર, નવી મુંબઈ છે.તમે ક્યારે ઘરેથી નીકળ્યા?યાદ નથી.કોણ લઈને આવ્યો હતો?દીકરો.આજે નીકળ્યા હતા. કામથી આવ્યા હતા.તમારા વાળ કેમ કાપેલા છે?હું પડી ગઈ હતી, પછી હોસ્પિટલમાં ગઈ હતી.અશ્રમમાં હતા?ના, હોસ્પિટલમાં.અહીં તમને દેખરેખ મળશે. પરિવાર મળશે તો સુરક્ષિત મોકલીશું.તમે કંઈ ખાધું?હા.મસાલેદાર નથી ખાતી. મને દિલની તકલીફ છે.તમારી ઉંમર કેટલી?84.દુબઈમાં શું કરતા હતા?
એરલાઈન્સ ચલાવતી હતી. એક્સપોર્ટ ઈમ્પોર્ટ.ઘણા વર્ષો પહેલા ચાર વર્ષ સુધી. પછી બંધ કરી મુંબઈ આવી.તમારા સંબંધીઓ ક્યાં છે?બેંગલુરુ પાસે.હવે આરામ કરો, અહીં ખાવા-પીવાની વ્યવસ્થા છે.રસમ બનાવશો?હા, ઘી નાખીને.તમારા પતિનું નામ?સલીમ દુરાની.પિતાનું નામ?
રામા.તમારી તબિયત કેવી છે?ઠીક નથી, દિલની તકલીફ છે.ડોક્ટર બતાવશું.તમારું પૂરું નામ?રેખા શ્રીવાસ્તવ.પતિ શું કરતા હતા?ક્રિકેટર હતા. આખા ભારતમાં રમ્યા. મોટા લોકો સાથે મળ્યા.ઘર હતું?મીરા રોડમાં મોટું બંગલો હતો. વેચી દીધો. હવે કંઈ નથી.દીકરી વિશે?સરિતા સિંહ. તેના પતિ અજય. હવે નથી રહ્યા. બે બાળકો છે. એક તાજ હોટલમાં મેનેજર છે.અમે તમારા પરિવારને શોધીશું અને તમને ઘરે મોકલીશું. ત્યાં સુધી અહીં સુરક્ષિત રહો.આરામ કરો.