સોહા અલી ખાન અને કૃણાલ ખેમુ બોલીવુડના જાણીતા કપલ છે તેઓ સોસીયલ મીડિયામા ખુબ એકટીવ છે પરંતુ ગયા દિવસોમાં કૃણાલ સાથે એક ખરાબ ઘટના થઈ છે જેને લઈને એમણે મુંબઈ પોલીસથી મદદની આશા પણ કરી છે કૃણાલ ખેમુએ જણાવ્યું કે તેઓ જયારે એમની પત્ની સોહા અને પુત્રી ઇનાયા સાથે બહાર જઈ રહ્યા હતા.
ત્યારે એક વ્યક્તિએ આવીને એમની જોડે ખરાબ વ્યવહાર કર્યો હતો કૃણાલ અને એમના પરિવાર માટે આ ઘટના બહુ ચોંકાવનાર હતી કૃણાલ ખેમુએ ટવીટર પર મુંબઈ પોલીસને ટેગ કરતા એક ગાડીની ફોટો શેર કર્યો સાથે પોતાના સાથે થયેલ ઘટના વિષે જણાવ્યું હતું અહીં કૃણાલે લખતા જણાવ્યું કે આજે સવારે નવા વાગે.
હું મારી પત્ની બાળકી અને પાડોશીની બાળકીઓ સાથે બ્રેકફાસ્ટ માટે લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક કાર ડ્રાયવર ગાંડાની જેમ ગાડી ચલાવી રહ્યો હતો તે વારંવાર હોર્ન મારી રહ્યો હતો ગાડીને ઓવરટેક કરવાની કોશીશ કરી રહ્યો હતો થોડી વારમાં અચાનક જ તેણે મારી ગાડીની આગળ તેની ગાડી ઉભી કરી દીધી આવું કરીને તેને તેની અને અમારી.
સેફટીવ પર આંચ લાવી મેં મારી ગાડી ટ!કરાવથી બચાવવા જોરથી બ્રેક મારી આ ક્ષણ મારા બાળકો માટે ચોંકાવનાર હતી એ વ્યક્તિએ ગાડીથી બહાર આવીને વચ્ચેની આંગળી બતાવી અને સાથે અપશબ્દો પણ બોલ્યો અને જેવા મેં મોબાઈલ બહાર કાઢ્યો ત્યારે તે ચાલ્યો ગયો હતો હું મુંબઈ પોલીસને આગ્રહ કરું છુંકે આ વ્યક્તિ પર પગલાં લ્યો.