અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. આખી રાત વરસેલા વરસાદના પરિણામે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વટવા રોડ પર પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી છે. રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ બંનેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ, એસ.જી. હાઇવે, ગોતા, શિવરંજની, નેહરુનગર, મણિનગર, સીટીએમ ચાર રસ્તા અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઝીરો વિઝિબિલિટીને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને તેમને વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે.
વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર પાછળના મુખ્ય રસ્તાઓ પણ પાણીથી તરબોળ થયા છે. સૌથી વધુ મુશ્કેલી એ છે કે વરસાદી પાણીની સાથે ગટરનું પાણી પણ બહાર આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. શિવરંજની અને નેહરુનગર વચ્ચે ભારે પવન સાથે એક વૃક્ષ ધરાશાયી થયું છે, જે બીઆરટીએસ રૂટની રેલિંગ સાથે અથડાયું છે અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે.
અમદાવાદ શહેરમાં આ સિઝનનો ૧૦૦% થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય રીતે ૩૫ ઇંચ વરસાદ પડતો હોય છે, જ્યારે ૬ સપ્ટેમ્બરે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૩૬.૫૬ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ૪૩.૭૮ ઇંચ વરસાદ દક્ષિણ ઝોનમાં અને ૪૧.૪૫ ઇંચ પૂર્વ ઝોનમાં પડ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી ૯૪,૨૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સંત સરોવર ડેમમાંથી પણ ૭૬,૬૨૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી સાબરમતી નદીમાં પ્રવાહ વધારતા, વાસણા બેરેજના ૨૭ ગેટ (૩ થી ૨૯ નંબર સુધીના) ખોલવામાં આવ્યા છે. સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું સ્તર ૪૪.૦૯ મીટરથી વધુ પહોંચી ગયું છે, જેના કારણે પ્રશાસનને
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમને કારણે હજુ બે દિવસ સુધી શહેરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રવિવારે દિવસ દરમિયાન ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.