રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ દિવસે ને દિવસે બેકાબુ થતું જઈ રહ્યું છે સોમવારે બેલારુષમાં થયેલ વાતચીતમાં સહમતી થઈ ન હતી એવામાં રશિયાએ પરમાણુ હુ!મલો કરવાની પણ તૈયારી કરી દીધી છે હવે અમર ઉજલાની ખબર મુજબ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ બાજુ 84 કિલોમીટર લાંબો સૈન્યનો કાફલો વધી રહ્યો છે.
જેની સેટેલાઇટની તસ્વીર પણ સામે આવી છે જણાવી દઈએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઇમરજન્સી ડિબેટ કરવાની માટે વોટિંગ યોજાયું હતું તેમાં 29 વોટ પડ્યા હતા જયારે આ વોટિંગમાં ભારત સહિત બીજા અન્ય 13 દેશોએ ભાગ લીધો ન હતો ચાલી રહેલ યુદ્ધમાં રશિયાએ હુ!મલો વધુ તેજ કર્યો છે.
રશિયાની સેનાએ યુક્રેનના ઓક્ટીરકા શહેર પર હુ!મલો કર્યો હતો જેમાં યુક્રેનિયન સેનાના મથકને ટાર્ગેટ કરવામાં આવ્યું હતુ જ્યાં લગભગ 70થી વધુ યુક્રેનિયન સૈનિકો શહીદ થઈ ગયા હોવાનો અહેવાલ આવ્યો છે યુક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રશિયાએ છેલ્લા પાંચ દિવસમાં 56 રોકેટ અને 113 ક્રુઝ મિસાઇલો છોડી હતી.