Cli

સૈફની ‘સાસુ’નો આટલો ‘ડર’! ઈમરજન્સીના ગાળામાં હતો તેમનો દબદબો

Uncategorized

સૈફ અલી ખાનના સાસુથી ભારતના મુસલમાનો ડરતા હતા. ઈમરજન્સીના ગાળામાં તેમનો એવો દબદબો હતો કે નામ સાંભળતા જ દુશ્મનો થર-થર ધ્રૂજતા હતા. તેમણે 13,000 મુસલમાનોની નસબંધી કરાવી દીધી હતી. ગાંધી પરિવાર સાથે તેમનો નજીકનો અને ખાસ સંબંધ હતો. પટૌડીના નવાબ પણ સાસુથી ખૂબ ડરતા હતા. બોલિવૂડ એક્ટર અને પટૌડીના નવાબ સૈફ અલી ખાનના સાસુનો રોફ અને ડર એટલો હતો કે ભારતના મુસલમાનો તેમના નામથી થર-થર ધ્રૂજતા હતા. અહીં આપણે સૈફ અલી ખાનની એક્સ વાઈફ અમૃતા સિંહની માતા રુખસાના સુલ્તાનાની વાત કરી રહ્યા છીએ.

એવું કહેવાય છે કે એક સમયે સૈફ અલી ખાનની ભૂતપૂર્વ સાસુ રુખસાના સુલ્તાનાનો દિલ્હીમાં ખૂબ દબદબો હતો. સૈફ અલી ખાનના શાહી પરિવાર વિશે તો દરેક વ્યક્તિ જાણે છે પરંતુ તેમની એક્સ વાઈફ અમૃતા સિંહના પરિવાર વિશે લોકો ઓછું જાણે છે. અમૃતાનો પરિવાર પણ શાન-ઓ-શૌકત અને અમીરીમાં પટૌડી ખાનદાનથી ઉતરે તેવો નહોતો. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનની એક્સ સાસુ અને અમૃતાની માતા રુખસાના સુલ્તાના પોતાના સમયમાં યુવા કોંગ્રેસના મોટા નેતા હતા. એવું કહેવાય છે કે રુખસાના સંજય ગાંધીના અત્યંત નજીકના હતા.

સંજય ગાંધી રુખસાનાની દરેક વાત માનતા હતા. તેમની વાતો વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે પણ થતી હતી. રુખસાના સુલ્તાનાનું નામ ઈમરજન્સી વખતે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. કહેવાય છે કે કટોકટી દરમિયાન સંજય ગાંધીએ રુખસાનાને નસબંધી કાર્યક્રમની જવાબદારી સોંપી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સંજય ગાંધીએ રુખસાના સુલ્તાનાને 8,000 મુસ્લિમ પુરુષોની નસબંધી કરાવવા કહ્યું હતું. રુખસાનાએ 8,000 ને બદલે 13,000 પુરુષોની નસબંધી કરાવી દીધી હતી. જે સાંભળીને કોંગ્રેસના તમામ નેતાઓના પરસેવા છૂટી ગયા હતા.

13,000 નસબંધીના કારણે રુખસાના સુલ્તાનાએ એક રેકોર્ડ બનાવી દીધો હતો. તે થોડા જ સમયમાં સંજય ગાંધીના એક વિશ્વાસપાત્ર મહિલા બની ગયા હતા અને નેતાઓ વચ્ચે તેમનો દબદબો વધી ગયો હતો. રુખસાના સુલ્તાના દિલ્હીમાં જામા મસ્જિદની આસપાસ રહેતા મુસલમાનો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા હતા. એવો માહોલ બની ગયો હતો કે જ્યારે તેઓ દિલ્હીમાં ક્યાંય પણ હોય અને જો કોઈને તેમના હોવાની જાણ થઈ જાય તો પુરુષો પોતાના ઘરમાં ભરાઈ જતા હતા. જોતજોતામાં રુખસાનાનો રુતબો એટલો વધી ગયો હતો

કે લોકો ડરના માર્યા ધ્રૂજવા લાગતા હતા. કહેવાય છે કે રુખસાના સુલ્તાના જૂની દિલ્હીમાં એક બ્યુટી પાર્લર ચલાવતા હતા અને એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ પોતે સંજય ગાંધીને મળવા પહોંચી ગયા હતા. હકીકતમાં તેમને પાર્ટી માટે કંઈક કરવાની ઈચ્છા જાગી હતી. જ્યારે તેમની પુત્રી અમૃતા સિંહની વાત કરીએ તો તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની એક દિગ્ગજ અભિનેત્રી છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે તેણે પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કરીને દરેકને ચોંકાવી દીધા હતા. પરંતુ બંનેના આ લગ્ન માત્ર 13 વર્ષ જ ટકી શક્યા અને બાદમાં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. સૈફ અલી ખાન અને અમૃતાને બે બાળકો છે, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *