Cli

વન વિભાગના મહિલા અધિકારીની સોપારી તેના જ પતિએ મિત્રને આપી

Uncategorized

સુરતમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કાર ઝાડ સાથે અથડાયેલી હોય છે અને મહિલા ઓફિસર કારમાં ઘાયલ થયેલા હોય છે કારમાં તેમનું નાનું બાળક પણ હતું પરંતુ તે ઘટનાથી એટલું ગભરાઈ ગયું હતું કે કઈ કહી શકે તેમ ન હતું પોલીસને પહેલા લાગ્યું કે આ સામાન્ય અકસ્માત હશે પણ જ્યારે મહિલા અધિકારીને સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે ભાંડો ફૂટ્યો કે તેમના માથામાં ગોળી ફસાયેલી છે. પોલીસે ગણતરીના દિવસોમાં મહિલા અધિકારી પર થયેલા ફાયરિંગનો મામલો કેવી રીતે ઉકેલી નાખ્યો

અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવે છે. ઘરેથી અડાજણ જવા નીકળેલા આ મહિલા અધિકારીની કાર ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળે છે અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવે છે. કારમાં તેમની સાથે તેમનું નાનું બાળક પણ હતું અને તાત્કાલિક અસરથી પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચે છે ત્યારે ગંભીર રીતે ઘવાયેલા આરએફઓ મહિલા અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે આ સાથે જ બનાવંગે પરિવારજનને જાણ પણ કરવામાં આવે છે.

હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ સારવાર માટે તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડે છે અને તેઓ બેભાન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરવામાં આવે છે. સીટી સ્કેનમાં સામે આવે છે કે આ મહિલા અધિકારીના માથામાં ગોળી વાગેલી છે અને માથામાં ગોળી ફસાયેલી છે. આરએફોનો અકસ્માત નતો થયો પરંતુ તેમની પર ફાયરિંગ થયું હોવાનું સામે આવે છે અને આ ફાયરિંગનો મામલો સામે આવતા પોલીસે એફએસએલની ટીમની મદદ લઈ છે અને તપાસ શરૂ કરે છે. પોલીસે હત્યા છે કે આત્મહત્યા છે તે દિશામાં તપાસ શરૂ કરે છે પણ મહિલાઅધિકારી બેભાન હતા જ્યારે તેમનો નાનો પુત્ર છે તે પણ હેપતાઈ ગયો હતો એટલે પોલીસને પણ આ ઘટના શું બની હતી તે જાણવું અઘરું બન્યું હતું. મહિલા અધિકારી સાથે શું બન્યું છે

તેને લઈને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરે છે તો સામે આવે છે કે મહિલા અધિકારીને તેમના પતિ નિકુંજ ગોસ્વામી સામે તકરાર ચાલી રહી હતી જેથી પતિ ક્યાં છે તેની શોધખોળ પોલીસ છે તે કરે છે અને જેથી તેના પતિના નંબર ઉપર ફોન કરે છે પરંતુ તેમના પતિનો નંબર બંધ આવે છે જ્યારે ઘરનું લોકેશન ઉપર જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે ઘર ઉપર પણ નિકુંજ ગોસ્વામી છે

તે નથી મળી આવતો જેથી પોલીસનેશંકા વધે છે અને આ દરમિયાન નિકુંજ ગોસ્વામી છે તે સુરતની કોર્ટમાં આત્મસમર્પણની અરજી કરે છે જેને કોર્ટ નકારી કાઢે છે અને આ મામલે પોલીસને જાણકારી મળે છે ત્યારે નિકુંજ ગોસ્વામીની ધરપકડ થાય છે આ બનાવને લઈને પહેલા તો શું કહી રહ્યા છે ડીવાયએસપીઆરઆર સરવૈયા તેમને સાંભળીએ ગઈ તારીખ 6/ 111/ 2025 ના રોજ સવારના સવા વાગ્યાના અરસામાં સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાની હદની અંદર જોખા ગામનાવાળા રોડ ઉપર આરએફઓ સોનલબેન સોલંકીની ઉપર ફાયરિંગ થવાની ઘટના બનેલી જેમાં સોનલબેન છે

એ ગંભીર રીતે ઘાયલ થયેલા છે એમના માથાની અંદર ગોળી વાગેલી છે આબનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા ગ્રામ્યના પોલીસવાળા શ્રી રાજેશ ગઢિયા સાહેબે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી સીનિયર અધિકારીઓ સ્થાનિક પોલીસ લોકલ એલસીબી એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની ટીમોએ આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ ગુનો ડિટેક્ટ કરવા માટેથી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેથી ઘનિષ્ઠ પ્રયત્નો કરેલા હતા પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગૌસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની

એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરેલી હતી જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામેશકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો આ ગુનો છે એ હત્યાની કોશિશ એટ્રોસિટી એક્ટ આર્મસ એક્ટ આ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો ગુનાની તપાસ જે છે એ એસસી એસટી સેલના ડીવાએસપી શ્રી ચિરાગ વાડોદરિયા કરી રહ્યા છે પ્રથમથી જ નિકુંજની ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરેલું હતું ટેકનિકલ મેન્યુઅલ સાયન્ટિફિક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારાઓ દ્વારા આ ગુનામાં માં સંડોવાયેલા જે ઈસમો છે એને પકડવા માટેથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા કુલ અલગ અલગ સાત ટીમો ગઠિત કરવામાં આવેલી હતી.

આરોપીઓ પોતાના ફોન છે એ બંધ કરી અન્ય ફોનનો ઉપયોગકરી અલગ અલગ રાજ્યોની અંદર દોડી રહ્યા હતા એમને પકડવા માટેથી ટીમો એમની પાછળ હતી પોલીસની સતત ધોસ વધવાના કારણે આજે જે નિકુંજ ગોસ્વામી છે એમણે કઠોર કોર્ટની અંદર નામદાર કોર્ટની અંદર એમણે સરન્ડર કરવા માટેની એક એપ્લિકેશન આપેલી હતી આ નિકુંજ સામે અગાઉ એણે પત્નીના ગાડીની અંદર કારની અંદર જીપીએસ ફિટ કરવા અને સ્ટોકિંગ અંગેનો જે ગુનો દાખલ થયેલો હતો એ ગુનાની અંદર સરન્ડર અરજી કરેલી જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી હતી પોલીસને આ બાબતનું ધ્યાન આવતા તાત્કાલિક એલસીબીની ટીમ તપાસ કરનાર અમલદાર શ્રી વડોદરિયા અને અમે બાકીના બધા જ પોલીસ અધિકારી અને કર્મચારીઓતાત્કાલિક કોર્ટ રૂમ ઉપર ગયેલા અને કોર્ટની બહાર જ્યારે નિકુંજના નિકુંજ કાંતિગીરી ગૌસ્વામી જે મૂળ પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે

એમને હાલમાં માં એલસીબી કચેરી ખાતે લાવી અને ત્યાર પછી એની સાથે સંકળાયેલો એક ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી જે મૂળ સચિન સુરતનો રહેવાસી છે આ ઈ સમયે પણ આ ગુનાની અંદર એક્ટિવ પાર્ટીસિપેટ કરી અને પોતે ગોળી માર્યા હોવાની હકીકત જણાવેલી આ બંને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય પુરાવા મળી આવ્યા છે એટલે એમને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી એનું મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે અને ત્યાર પછી અને અત્યારે પ્રાથમિક તપાસ કરવામાંઆવી છે બંને જણા એ પોતાનો ગુનો છે એ પોલીસ સમક્ષ અત્યારે કબૂલ કર્યો છે અમારી પાસે પ્રાથમિક ઘણા બધા પુરાવાઓ છે કે જેની અંદર બંનેની સંડોવણી હાલમાં ધ્યાનમાં આવી રહી છે. હાલમાં આ ગુનાની કામે તપાસ કરનાર અમલ દ્વારા બંનેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે.

સર ગુનો આચરવા પાછળનું કોઈ પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું પતિ પત્નીને વચ્ચેના ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો અને આ બાબતને બંને પક્ષો તરફથી એકબીજાની સામે આક્ષેપો કરતે અરજીઓ થયેલી છે. અ તેમ છતાં પણ અત્યારે પ્રાથમિક રીતે આરોપીઓને હજી પૂછપરતનું કરવામાં આવી રહી છે હજી પ્રાથમિક પૂછપરતથઈ છે. આવતી કાલે આપને વિગતવાર જે કઈ ઘટના છે એ બાબતની વિશેષ માહિતી આપી શકાય એમ છે. આ સાહેબ જે સોનલબેન છે જે ઈચ્છા છે તેની સ્થિતિ કઈ રીતની છે અને શું શો આપવાના જણા ઈજા પામનાર જે આરએફઓ સોનલબેન છે એ અત્યારે પણ એની તબિયત ઘણી નાજુક છે ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર એમને એડમિટ કરવામાં આવ્યા છે વેન્ટિલેટર ઉપર છે એમની તબિયત નાજુક છે પણ ડોક્ટર તરફથી એમની ખૂબ સારી સારવાર કરવામાં આવી રહી છે અમે પણ ડોક્ટરો સાથે સતત સંપર્કમાં છીએ અમને આશા છે

કે ખૂબ ટૂંક સમયમાં એમની તબિયત છે એ સુધારો થશે સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીફાયરિંગ કેસમાં જિલ્લા એલસીબી પોલીસે આરોપી અને ઈજાગ્રસ આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીની કામરેજની કઠોર કોર્ટ પરિસરમાંથી અટકાયત કર્યા બાદ તેમની ધરપકડ કરી છે અને હવે પૂછપરજ પણ કરવામાં આવી રહી છે જેમાં આરોપીએ નિકુંજ ગોસ્વામીએ કબુલાત કરી છે કે તેણે જ પોતાની પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું. આ ફાયરિંગ ઈશ્વર ગોસ્વામી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું અને મહિલા અધિકારી તેમના બાળકને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અટકાવવામાં આવે છે અને મહિલા અધિકારી જ્યારે કાચ ઉતારે છે ત્યારે તેની પર ફાયરિંગ થાય છે અને ફાયરિંગથી બચવા માટેમહિલા અધિકારી કાર દોડાવે છે

અને આ દરમિયાન કાર છે તે ઝાડ સાથે અથડાય છે જો કે આ ફાયરિંગમાં મહિલા અધિકારીને ગોળી વાગે છે અને માથામાં ફસાઈ જાય છે. ફાયરિંગ કરનાર ઈશ્વર ગોસ્વામી છે તે માની બેસે છે કે મહિલા અધિકારીને ગોળી વાગી છે એટલે એનું મોત થયું છે પણ મહિલા અધિકારી આ બનાવમાં ઈજાગ્રસ્ત થાય છે ઈશ્વર ગોસ્વામી તે નિકુંજ ગોસ્વામીનો મિત્ર હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે નિકુંજે તેની પત્ની પર ફાયરિંગ કરવા માટે મિત્રને સોપારી આપી હતી કે કેમ અને ફાયરિંગ કરવા માટે ઘન ક્યાંથી લાવ્યા હતા આ તમામ દિશામાં હાલ પોલીસ પૂછપરજ કરી રહીછે વધુ સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *