આજે આપણે એક એવી યુવતીની કહાની કહેવાના છીએ જેણે લોકડાઉન દરમિયાન એવું કંઈ કરી બતાવ્યું કે આજે તે દુનિયામાં ફેમસ થઈ ગઈ છે. જી હા, આ ક્રિએટરનું નામ છે રેનું દેવનાથ.માર્ચ 2020માં જ્યારે આખો દેશ લોકડાઉનમાં ચાલ્યો ગયો,
ત્યારે બે બંગાળી બહેનોએ ડરવાનો બદલે હિંમતથી મુશ્કેલીઓને સામનો કર્યો. રેણુ અને તેની બહેન રચના તેમના માતા–પિતાને મળવા માટે પુણે આવી હતી, પરંતુ અચાનક લોકડાઉન લાગી જતા ટ્રેનો બંધ, હોટેલ બંધ અને આખું પરિવાર અજાણ્યા શહેરમાં ફસાઈ ગયું.તેમના પિતા પુણેમાં એક નાનું ઢાબું ચલાવતા હતા.
જે રૂમમાં તેઓ રહેતા હતા તે બહુ જ નાનું હતું—પ્લાયવુડની પાર્ટિશન, કોઈ દરવાજો નહીં, માત્ર એક પડદો અને ચાર જણ એક સાથે કોઈ રીતે એડજસ્ટ કરતાં. લોકડાઉન લાંબું ચાલ્યુ અને આવકનો કોઈ સ્રોત નહોતો. ઢાબું શરૂ કરવા માટે સ્ટાફ ન હતો અને કર્મચારીઓને પૈસા આપવાની ક્ષમતাও નહોતી.એ સમયે બે બહેનોએ નક્કી કર્યું કે હવે ઢાબું તેઓ જ સંભાળશે. રચના ચપાતી બનાવતી અને રેણુ વાસણો ધોતી. મુશ્કેલીઓ હતી, પરંતું મનોબળ ઓછું નહોતું.
આ દરમિયાન રેણુની ક્રિએટિવિટી જાગી. તેને હંમેશાં એક્ટિંગનો શોખ હતો. તેથી બે બહેનોએ એક સ્માર્ટફોનથી જ દીવાલને બેકગ્રાઉન્ડ બનાવી TikTok અને પછી YouTube પર નાનાં–નાનાં ફની સ્કેચ, ડાન્સ, લિપ્સિંગ અને ફૂડ વીડિયો મૂકવા શરૂ કર્યા.મજા–મજામાં શરૂ કરવામાં આવેલું કન્ટેન્ટ તેમનું પેશન બની ગયું. 8 મહિનામાં ચેનલ પાસે 1 લાખ સબ્સ્ક્રાઇબર થઈ ગયા.
કૉપિરાઇટ ઈશ્યૂને કારણે ચેનલ ડિલીટ કરવો પડ્યો, પરંતુ રેણુ હિંમત હારી નહીં.2023માં તેણે પોતાની ઓરિજિનલ અવાજ સાથે રિલેટેબલ ફની એક્ટિંગ વિડિયો મૂકવા શરૂ કર્યા. ઢાબાના સ્ટાફ રૂમમાં શૂટ કરવું મુશ્કેલ હતું, તેથી તે સવારે 6 વાગ્યા પહેલા શૂટ કરી લેતી.લોકડાઉન દરમિયાન પરિવારને ચાલવા માટે બેંક, ફાઇનાન્સ એપ્સ અને ક્રેડિટ કાર્ડમાંથી દેવું લેવુ પડ્યું હતું.
ક્યારેક ભાડું આપવાનું પણ મુશ્કેલ બનતું. પરંતુ 2024માં રેણુના વીડિયો વાયરલ થવા માંડ્યા. એક વર્ષમાં તેના YouTube, Instagram અને Facebook પર 20 લાખથી વધુ ફૉલોવર્સ થઈ ગયા.જે નાનકડા રૂમમાં રહેવું મુશ્કેલ હતું, તે જ રૂમથી તેમની જીંદગી બદલાવા લાગી. આજે દેવનાથ પરિવાર સારું ઘર ધરાવે છે, ફ્લાઇટ દ્વારા ઘર જાય છે અને પિતાનું ઢાબું પણ રેણુની લોકપ્રિયતાને કારણે ખૂબ ચાલે છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને આગળ વધારતું શું હતું, ત્યારે બંને બહેનોએ એક જ જવાબ આપ્યો—”અમારા માતા–પિતા.”રેનું કહે છે, “અમે તેમને રોજ સંઘર્ષ કરતા જોયા છે. તેઓ ક્યારેય હાર્યા નથી, તેથી હું પણ હારી નથી શકતી.”આ કારણે જ અનેક લોકો કહે છે:“રેનુંની એક્ટિંગ લાજવાબ છે. રેનુંની એક્ટિંગ સામે બોલીવુડ પણ ફેઇલ છે.”તમે શું કહેશો?તમારો મત અમને કોમેન્ટમાં જરૂર લખશો.