Cli

રાણીપમાં કરૂણ ઘટના: પુત્રના ત્રાસથી કંટાળેલા પિતાએ પુત્રની કરી હત્યા, વિસ્તારમાં ચકચાર

Uncategorized

અમદાવાદમાં દિવાળીના ટાણે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં પિતાએ જ પુત્રની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જી હા વહેલી સવારનો બનાવ છે અમદાવાદના રાણીપ વિસ્તાર ખાતે આવેલી પરમસુખ સોસાયટી ખોડિયાનગરના છાપરા પાસે જેમાં પુત્રની કરતુથી કંટાળીને પિતાએ અંતે દિલ પર પથ્થર રાખીને આ ઘટનાને અંજામ આપ્યા હોવાની વાત કહેવાઈ રહી છે કેમ કે અવારનવાર પુત્રોના ત્રાસના કારણે આ કરૂણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આ મામલાના સંદર્ભમાં સ્થાનિક એસીપી દિગ્ગજયસિંહ રાણાનું પણ નિવેદન સામે આવ્યું છે

પોલીસ સ્થળ પર પહોંચીશું સામે આવ્યું છે શું કહીરહ્યા છે તેઓ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ફરી એકવાર અમદાવાદ શહેરમાં હત્યાના બનાવો શરૂ થવાની શરૂઆત થઈ ગઈ છે.

ગઈ કાલે જ અમદાવાદના નારોલમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં સાસુએ જમાઈની હત્યા કરી હતી ત્યારબાદ હવે અમદાવાદના રાણીપ વિસ્તારમાં ખોડિયારનગર છાપરા પાસે આવેલી પરમસુખ સોસાયટીમાં પિતાએ પુત્રની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે આ ઘટનામાં એવું કહેવાઈ રહ્યું છે કે પુત્રના અવાર નવાર હેરાન પરેશાનથી કંટાડીને પિતાએઆ પગલું ભર્યું છે

આ સમગ્ર ઘટનામાં જે મૃતક છે જયેશકુમાર ભાઈલાલભાઈ ગોહિલ જે રાણીપમાં પોતાના ના પરિવાર સાથે રહે છે તેમાં ભાઈલાલભાઈ મોતીભાઈ ગોહિલ જે આરોપી છે આ મૃતક જે યુવક છે તેના પિતા છે તેમની સાથે અવારનવાર ઝગડો થતો હતો અને આ ઝગડો થવાના કારણે આ મૃતક યુવકની જે માતા છે તે પણ કંટાળીને જતી રહી હતી અને ત્યારબાદ પિતા પુત્ર વચ્ચે પણ ઘર કંકાશ થતો હતો

અને તેના જ કારણે પુત્રથી કંટાળીને અંતે આરોપી ભાઈલાલ ગોહિલ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિક રાણી પોલીસ દોડતી થઈ હતી હત્યાના બના ના મેસેજમળતાની સાથે જ રાણી પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક એસીપી દિગ્વિજયસિંહ રાણા પણ પહોંચ્યા હતા. તેઓ આ મામલે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે

જ્યારે પોલીસ તપાસ કરવા માટે પહોંચી ત્યારે શું પ્રાથમિક માહિતી પોલીસને સામે આવી રહી છે તેમને સાંભળો. એક પેસેજ 108 દ્વારા 112 ને આપવામાં આવેલો જેમાં ખોડિયારનગરના છાપરા પરમસુખ સોસાયટી રાણી ખાતે એક વ્યક્તિ ઈજાગ્રસ હાલતમાં હોય એવી હકીકત મળેલ જે આધારે રાણી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ રાણી પોલીસ દ્વારા આવી અને ખાતરી કરતા મરનાર જયેશભાઈ ભાઈલાલભાઈ ગોહિલ ઉમર વર્ષ 35 જે ખોડિયારનગરના છાપરામાં રહેતો હોયતેનું મોત તેના પિતા ભાઈલાલભાઈ મોતીભાઈ ગોહિલ ઉમર વર્ષ 72 દ્વારા ધારિયા વડે તેને ગળાના ભાગે માર મારી અને તેનું નું મૃત્યુ નીપજાવેલ હતું.

જે આધારે પ્રાથમિક તપાસ રાણી પોલીસ દ્વારા કરવામાં આવતા એવું જાણવા મળેલ કે મરનાર જયેશ કોઈ કામ ધંધો કરતો ના હોય અને પોતાના પરિવાર અને એને પિતા સાથે અવારનવાર ઝગડો કતરા કરતો હોય અને જેનાથી કંટાડી એના પિતાએ આજ રોજ બરાબર છે ઉપરોક્ત બનાવને અંજામ આપેલ છે અને પ્રથમ દ્રષ્ટિ જોતા મરનારની પત્ની લક્ષ્મીબેન ગત આઠમથી એટલે આશરે એકાદ વર્ષથી રીસાઈને પોતાના પિયર જઈ અને રહે છે અને આ વ્યક્તિ નાના મોટા ઘરે ચકરાતા ઝગડઘરો તકરાર કરતા હોય પરિવારને પૈસા ના આપતા હોય ઘરમાંથી નાના મોટી વસ્તુ ચોરી કરવાની કોશિશ કરતો હોય એવી રજૂઆત એના પિતાની હતી અને જેના કારણે કંટાડીને એના પિતાએ આજ રોજ આ મરણ જરાને ધારીયા વડે માર મારતા તેનું મૃત્યુ થાય છે.

હાલ તપાસ ચાલુ છે ખરી હકીકત શું છે એ દિશામાં અને આરોપીના પત્ની આવતા એની ફરિયાદ લેવાનું છે. આરોપીને કેટલા મતલબ પુત્રો છે કે બાળકો છે? આ પ્રથમ દ્રષ્ટિએ એમની પત્ની સાથે વાતચીત નથી પણ આ કામના આરોપી અને એના પિતાને પૂછતા એને બે વર્ષની પુત્રી છે સીધી અને મયંક પાંચ વર્ષનો છે ઉમર અને એની પત્નીહાલ સરોવરો ખંભાત ધુવારાણ ખાતે એનો મૂળ એનું વતન છે. આવ્યા પછી આગળની હકીકત ખ્યાલ આવશે.

આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી દિગ્વિજયસિંહ રાણા તેમણે આ મામલે નિવેદન આપ્યું છે આ ઘટનામાં પિતા પુત્ર વચ્ચે તકરાર થઈને આ તકરારમાં આવીને આ જે પિતા છે તે એકદમ ઉશ્કેરાઈ ગયા અને તેમણે છરી વડે પુત્ર ઉપર છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી. આ ઘટનાના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ફરી એકવાર અમદાવાદ શહેરમાં જે રીતે હત્યાના બનાવો સામે આવ્યા છે

તે એક ચિંતાનો વિષય બનતો દેખાઈ રહ્યું છે જેરીતે લોકો થોડાક સમય માટેના ગુસ્સામાં એ હદે જે ઉશ્કેરાઈ જાય છે કે તેઓ હત્યા કરી દેતા હોય છે અને ત્યારબાદ તેમને પસ્તાવો થતો હોય છે પછી તેમને જેલ જવાનો વારો પણ આવતો હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિમાં હવે પુત્રની હત્યા કરીને પિતાને જેલ જવાનો વારો આવ્યો છે. દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું આવી જ ક્રાઈમ થી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યુઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *